________________
બીજો ભાગ
૧૧૧
ખામી છે? પણ અહીંના રાગમાં ખામી છે, તે સંસારના સુખના ગાઢ રાગને આભારી છે, એમ લાગે છે? એ બધાને સાચવી સંભાળીને થાય તે ધર્મ કરવાને, એમ છે ને? પરલેકમાં ઉપયોગી એ નિવડશે કે આ? તમને કાંઈ નહિ તે આટલું તે થાય ને કે-“અહીંથી મારે જવાનું છે અને અહીં મેં ગમે તેટલું સારું ભેગું કર્યું હોય, તે ય તે સાથે આવવાનું નથી?” આ ખ્યાલ આવે, તે એના ઉપરને રાગ ઘટે. આ ખ્યાલ નહિ આવે તે, નહિ મળે અને નહિ ભગવાય તે છતાં પણ, પાપને બંધ થશે. તમને એવી ચિન્તા ન થાય કે “અહીંથી જવાનું છે ને ક્યાંક ઉત્પન્ન પણ થવાનું જ છે, તે અહીંથી નરકાદિમાં ચાલ્યા જઈશ, તે મારૂં થશે શું? આવે ખ્યાલ જેને આવે, તે પાપ કરતો હોય તે ય રિતે હેય. તમે વિચાર કરે, તે તમને ય ખ્યાલ આવે કે-આ બધા પાછળ હું દોડધામ કરું છું, પણ આ બધું અહીં રહેવાનું છે; જવાનું મારે અને મેં જે કાંઈ કર્યું તેનું પાપ ભેગવવાનું ય મારે! હું પાપના ઉદયે માંદો પડું, તે છોકરો બહુ તે દવા વગેરે આપે, મારી ચાકરી કરે, હાથ-પગ દબાવે, શેક કરે, પણ એ કાંઈ પીડાને હરી લઈ શકે ? સંબંધી જને બહુ પ્રેમી હોય, તે પાસે બેસીને રૂએ, પણ મારા પાપનું ફલ ભેગવવું તે મારે જ પડે.” એ વખતે તમે ઝુરતા ને છેકરાથી ન ખમાતું હોય, તે ય એ શું કરે? જે એ ડાહ્યો હોય, તે એટલું કહે કે–આપણું પાપ આપણે ભેગવવું પડે! મેહમાં પડેલા સંબંધિઓ તમને ગમે તેમ કહે, પણ સમજવું કે તમારે જોઈએ ને? તમે ભાણે બેસે, તે વધારે નહિ ખાવાની કાળજી કોણે રાખવાની ? ખાનારે જ વધારે