________________
એમ કહેવત છે નથી
ચાર ગતિનાં કારણો તે પકડાઈ ગઈ હોય, તેમાં સમજાવનારની સમજાવટને અવકાશ જ ન મળે, એ આગ્રહ હોય છે. સમજાવનાર જેમ જેમ સમજાવવાને મથે, તેમ તેમ એને કેમ તેડી પાડ–એને જ પ્રાયઃ એ વિચાર કરે. સાચું તે મારૂં નહિ, પણ મારું તે જ સાચું. જ્ઞાતિઓની નિશ્રામાં શ્રદ્ધા હોય, તે તે વાત જુદી છે. આજે તમે તત્ત્વજ્ઞાનને પામેલા નથી, પણ જે ગીતાથેની નિશ્રાએ બરાબર છે, તે તત્વજ્ઞાન નથી એટલે મિથ્યાદષ્ટિ છે–એમ કહેવાય નહિ. જૈન કુળમાં જન્મેલાઓને તે, સમ્યકત્વને પામવાની સુલભતા છે, પણ એનામાં ય જે અસદુ આગ્રહ હોય, તે તે મિથ્યાદષ્ટિ મટતું નથી. અજ્ઞાન માણસ, માત્ર પિતાના કુલાચારને વળગીને, જે ધર્મકિયા ચાલતી હોય તેને આગમની કસોટીએ કરવાની ના પાડે અગર તે આગમની વાતની ઉપરવટ થઈને ય, પિતાને કુલાચારને વળગી રહેવાની વૃત્તિ રાખે, તે તે ય આભિગ્રાહિક મિથ્યાદષ્ટિ ગણાય. સારી કિયાને પણ સારી તરીકે જાણવાની વૃત્તિ અવશ્ય જોઈએ. જૈન કુળમાં જન્મેલાને, દેવ પણ સમ્યકત્વના ઘરના, ગુરૂ પણ સમ્યક્ત્વના ઘરના અને ધર્મ પણ સમ્યફ ત્વના ઘરને; એટલે કે-જે કઈ આવા દેવ-ગુરૂ-ધર્મની નિશ્રાએ જ વર્તતે હોય, તેનામાં મિથ્યાત્વને ટકવાને અવકાશ નથી. તમે જે ગીતાર્થની નિશ્રાને સ્વીકારી લે, તે ફાવી જાવ. ગુરૂની શોધમાં પણ તમે ભૂલ ન ખાવ, તે જોવાનું. તમારા કષાયને વેગ મળતું હોય એથી ગુરૂ ગમે, એવું નહિ બનવું જોઈએ. ગુરૂ ગીતાર્થ જોઈએ. એટલે, તમે તમારું ગાડું અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં જ ચલાવી લેવા માગે, તે તે બરાબર નથી. તમારે સમજવાની કેશિષ કરવી જ જોઈએ.