________________
બીજો ભાગ
૧૦૩
અનંતજ્ઞાનિઓએ ઉપદેશેલું શાસન છે. જ્યાં દોષ હોય, ત્યાં દેષ પણ બતાવે; અને જ્યાં ગુણ હોય, ત્યાં ગુણ પણ બતાવે. ઘણું દેની વચ્ચે રહેલા ગુણને ય છૂપાવે નહિ અને ઘણું ગુણોની વચ્ચે રહેલા દેષને ય છૂપાવે નહિ. કેવળ બહારનું જુએ અને અંદરનું જુએ નહિ, એવું તે અજ્ઞાની કરે. આ શાસન, સમ્યગ્દષ્ટિને પાપ કરનાર તરીકે પણ વર્ણવે; સમ્યગ્દષ્ટિ પણ અવિરતિના ઉદયવાળ હોય, તે પાપથી વિરામ પામે નહિ, એમ કહે; પાપના આચરણને વખાણે નહિ, પણ હૈયામાં પાપને અણગમે હોય તે તેને છૂપાવે પણ નહિ! માટે તે, સમ્યગ્દર્શનમાં વાત એ છે કે-જે જેવું હોય, તેને તેવું માનવું! જે જેવું હોય, તેને તેવું નહિ માનવા દેનાર અને જે જેવું ન હોય, તેને તેવું નહિ મનાવનાર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ મનાવે. સુખના ભાગને દુઃખને માર્ગ અને દુઃખના માર્ગને સુખને માર્ગ મિથ્યાત્વ મનવે. મિથ્યાત્વ દેવ-ગુરૂ-ધર્મમાં દેવબુદ્ધિ, ગુરૂબુદ્ધિ અને ધર્મબુદ્ધિ થવા દે નહિ; અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે; અથવા તે, સત્ અને અસત્ વિષે, વાસ્તવિક કેસિનો નિર્ણયાત્મક બુદ્ધિ થવા દે નહિ! મિથ્યાત્વ, વિપરીત જ્ઞાનની સાથે અને વાસ્તવિક કેટિના જ્ઞાનના અભાવની સાથે રહે છે. આગમની ઉપરવટ થઈને કુલાચારને ન વળગાયઃ
આભિગ્રહિક મિથ્યાત્વમાં, અજ્ઞાન સાથે જોરદાર આગ્રહ હોય છે તેની તર તરીકેની સાચી સમજ નહિ હોવા છતાં પણ, જે વસ્તુ પિતાની માન્યતામાં બેસી ગઈ હોય અથવા