________________
બીજો ભાગ
S
રામાં ખૂબ ખૂબ અણગમે પેદા થઈ ગયે હેત. અહીં મમતા મારે છે ને પરભવમાં પાપ છોડશે નહિ?
પણ, તમે ધર્મ કરવા છતાં ય ધર્મને સમજવાનો પ્રયત્ન કેટલે કર્યો છે? મિથ્યાત્વને કાઢવું હશે અને સમ્યક્ત્વને પામવું હશે, તે સમજવાની તૈયારી બહુ જોઈશે. ધર્મ સમજાયે હોય, તે થાય કે-“મારી પાસે આટલું બધું છે, છતાં હું મહારંભમાં કેમ ફસાએલે રહું છું.? ખાધું ખૂટે તેમ નથી, છતાં છોકરાને આમાં શું કામ નાખું? આટલા બધા રૂપીઆ મેં શું કામ રાખી મૂક્યા છે ? સદુપયોગ કરીને હું આમાંથી ઓછા કરૂં, તે મને શે વાધ આવે એમ છે? મારે ઓછા કરવા હેય, તે ભગવાને સદુપયોગ કરવાના સ્થાને ઘણાં બતાવ્યાં છે. આમ વિચાર કરતાં લાગે કે-મારે ન રાખું તે મુશ્કેલી આવે તેમ છે, તે વિચાર થાય કે-આ રાખવા પડશે, પણ મનને એમાં પાવા નહિ દઉં ! તમારા પૈસા મને કરડતા નથી ને તમે દુર્ગતિમાં જશે તે ભેગવવાનું તમારે છે, પણ તમે અહીં વિશ્વાસે આવ્યા છે, તે મારે તમને શીખવવું છે! જે તમને લાગે કે-મને રાખવાનું મન થાય છે તે જરૂરથી નહિ પણ મમતાથી, તે વિચારે કે-હું શ્રી વીતરાગ દેવને ને નિગ્રન્થ ગુરૂને ઉપાસક છું; એ બેય ત્યાગી છે, છતાં હું કેમ રાખી બેઠે છું? મારી મમતા કેમ જતી નથી? મારી મમતા જાય–એ માટે હું વગર મને પણ સદુપયોગ કરવા માંડું ! મમતા કહે કે–“રહેવા દે ત્યારે આ કહે કે-“તને કાઢવી છે, માટે આપવાને!” વાત એ છે કે આ બધું રાખવું એ પાપ છે, એમ લાગ્યું છે? પાપ લાગે તે થાય કે