________________
૧૦૦
ચાર ગતિનાં કારણે કરે, એનામાં અતિ લેભ આદિન જ હોય એમ નહિ, પણ મુખ્યત્વે એમ કહેવાય કે આટલે ધર્મ કરનારમાં અતિ લાભ આદિ હોય નહિ! એટલે, તમે જે એમ કહો કે-નિરૂપાયે અમારે જવું પડે છે, તે એટલા માત્રથી તમે બેટું કહો છે-એમ મનાય નહિ. આ ધર્મક્રિયાઓ કરનાર અતિ લોભી આદિ હોય, તે એથી આ ધર્મક્રિયાઓની પણ લઘુતા થાય છે. જે એગ્ય રીતિએ આ ધર્મક્રિયાઓ કરવામાં આવે, તે લેભ આદિ ઘટતા જ આવે; છતાં, સંજોગવશાત્ નિવૃત્તિ ન લેવાય એ બને. જેમ કેટલાકને અધર્મમાં એટલે સમય ગાળ પડે છે કે-ધર્મ ભાગ્યે જ કરી શકે છે; છતાં, એવા એમાં એવા ઉત્તમ હૈયાના આત્માઓ પણ હોય છે કે-“મારૂં અને મારાં આશ્રિતનું પેટ ભરવાને માટે, ધર્મ ન લાજે એવી રીતિએ જીવવાને માટે, મારે આમ કરવું પડે છે. આવી સારી દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી મળી છે, એટલે ધર્મ કરવાનું બહુ મન થાય છે, પણ પુણ્ય કરતાં પાપ પણ એવું કર્યું છે કેઆવી સામગ્રીને લાભ ઉઠાવી શકાતું નથી ! લોભ જોરદાર નથી, આસક્તિ ભાન ભૂલવે છે એમ પણ નથી, પણ સંજોગ એવા છે કે છેડી શકાય નહિ ! સંજોગો જે સારા હોય, તે ધર્મ સિવાય કાંઈ જ કરવાનું મન થતું નથી !” આવા જીવો પણ હોઈ શકે. તેમ, તમે ય પ્રમાણિકપણે કહી શકો છો કેનિરૂપાયે નિવૃત્તિ લઈ શકતે નથી. ધર્મ જે તમે આ પદ્ધતિએ કર્યો હોત કે- કરવા લાયક તે આ જ છે અને એટલે વખત ધર્મ નથી કરતે, તે તેમ કરી શકું એવું નથી–એ માટે” તે આટલાં વર્ષોમાં તે તમારા કષાયે ઘણા નરમ -પાતળા પડી ગયા હોત અને વિષયસુખ તરફ પણ તમા