________________
બીજો ભાગ
સ૦ ભવિતવ્યતા સારી ન હોય તે ? - ભવિતવ્યતા કેવી છે, તે તમે જાણે છે? નહિ, તો ભવિતવ્યતા સારી નથી–એવી કલ્પના તમને કેમ આવી? આપણે તે માનવું કે આપણું ભવિતવ્યતા સારી જ છે, કેમ કેઆપણને શ્રી વિતરાગ દેવ,
નિન્ય ગુરૂ અને શ્રી જિનકથિત ધમની સામગ્રી મળી છે. આપણામાં તે એ ઉત્સાહ પેદા થવો જોઈએ કે-મારી ભવિતવ્યતા બહુ સારી લાગે છે, કારણ કેઆ બધી ઉત્તમમાં ઉત્તમ પ્રકારની દેવ-ગુરૂ ધર્મની સામગ્રી મને મળી ગઈ છે અને એમાંથી, એક્ષપર્યાયને પ્રગટાવવાને માટે પુરૂષાર્થ ખેડવાને ઉત્સાહ પ્રગટાવ જોઈએ. આવા દેવ-ગુરૂ-ધર્મ મળ્યા પછી, કોની તાકાત છે કે-આપણને દુર્ગતિમાં લઈ જાય? આપણે જ આ દેવ-ગુરૂ-ધર્મને હૈયામાં ન રાખીએ ને દુર્ગતિમાં જઈએ, તે તે વાત જુદી છે. કેઈ પૂછે કે “અહીંથી મરીને ક્યાં જશે? તે આપણે કહીએ કેચેકસ તે શું કહી શકાય? કારણ કે–પરિણામની બરાબર ખબર પડતી નથી; બાકી, અમારે પ્રયન તો સદૃગતિ માટે જ છે આયુષ્યના બંધ વખતે કે પરિણામ હતું કે હશે, એ જ્ઞાની જાણે; બાકી, પરિણામને અમે તે એ જાળવીએ છીએ કે-દુર્ગતિ થાય નહિ, સદ્ગતિ અવશ્ય થાય અને જ્યાં જઈએ ત્યાં દેવ-ગુરૂ-ધર્મ વિસરાય નહિ.” ધર્માધમને ખ્યાલ તે ધર્મસ્થાનોમાં પણ જોઈએ અને
અધર્મસ્થાનમાં પણ જોઈએ ? જેને આવી વાત સહેલાઈથી કહી શકે, કારણ કેપરિણામ તરફ પણ એમનું લક્ષ્ય હાય ! સાધુઓએ વીસેય