________________
૯૪
ચાર ગતિનાં કારણો
શકવા નથી; અને એથી આપણે આપણા મેાક્ષપર્યાયને પ્રગટાવી શકયા નથી.' આ વાત જેના હૈયામાં ખરાખર બેસી · જાય, તેને કષાયેા ઉપર અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાનુ મન થાય ને ? કષાયા અને ઇન્દ્રિયાથી જે છૂટયા, તેજ સંસારથી છૂટયા, એટલે આપણે પણ કષાય અને ઈન્દ્રિયાથી છૂટીએ તા જ સંસારથી છૂટી શકીએ ને? એ વિના, દુઃખ સર્વથા જાય—એ મને નહિ અને સુખ સ ́પૂર્ણ પણે ભાગવી શકાય-એમ પણ બને નહિ! આવું સમજનારને, પોતાના સ્નેહી-સંબધી આદિને માટે પણ, એવો વિચાર તેા આવે ને કે—આ વાત એમને પણ સમજાય તે સારૂં...!” આ વાતને એ નહિ સમજે, તેા સ’સારમાં એ રઝળી મરશે, એમ થાય ને ? ભવિતવ્યતા સારી જ છે-એમ માનીને ચાલે :
વ્યવહારરાશિમાં આવ્યા પછીથી જીવને ચાર ગતિમાં ભટકવાનું. તેમાં, મહાપુણ્યના યોગ કે—આવી સારી સામગ્રી સાથે આ મનુષ્યભવ મળ્યું છે. આ મનુષ્યભવ મહાપુણ્યે મળ્યે છે, પણ ‘મારા મનુષ્યભવ કાયમી નથી’–એમ તા તમે સમજો છે ને ? કાઈક પુણ્ય મારા હાથે એવું સારૂં થઈ ગયું કે આ ભવમાં હું આવી ગયા, પણ અહીથી ગયા વિના છૂટકો નથી, એવો ખ્યાલ તા તમને આવી ગયા છે ને ? હવે જ્ઞાની જે એમ કહેતા હાય કે–અહીથી કયાં જવું તે આપણા હાથની વાત છે, તે આપણને બેદરકાર રહેવું પાલવે નહિ ને ? જવાનુ છે એ નક્કી છે અને મહેનત કરીએ તે ધારીએ ત્યાં જઈ શકીએ-એ શકય છે, તે એ જાણીને આપણામાં હિં‘મત આવવી જોઈ એ ને ?