________________
બીજો ભાગ
કરે છે, છતાં કદી એમ ન થયું કે તત્વજ્ઞાન વિના ચાલશે કેમ? સંસારના સુખના રસમાં રહ્યા કરીએ તે ય આ ક્રિયા મુક્તિ આપશે, એવું માની લીધું છે? તમે જ્ઞાનની બાબતમાં આટલા બધા બેદરકાર કેમ છે, એ તે સમજાવે! શું. એકલી ક્રિયાથી મુક્તિ થાય છે, એમ માન્યું છે? શાસ્ત્રો કહે છે કે-“શનશિયારણ વિતા” ત્યારે એ શું ખોટું છે? તમે નથી સમજ્યા, પણ સમજવાને માટેની કોશિષ કરવી. જોઈએ, એમ પણ તમે માને છે કે નહિ? કેઈ સમજાવે ત્યારે આનંદ થાય?કે, અમે કરીએ છીએ તે જ બરાબર છે–એમ. થાય? વેપારિને ત્યાં માલ લેવા આવેલે શું કહે? માલ ગમશે ને ભાવ પિલાશે તે લઈશ; પણ લેવાની વૃત્તિ તે ખરી ને? એમ, તમે અહીં આવે છે, તે તત્ત્વજ્ઞાનના અથી બનીને આવે છે ને ? અમલ થઈ શકે તેમ ન હોય, તે અમલની. વાત પછી, પણ વાત તે ગમે ને? સમજાશે તે માનીશ ને શક્તિ હશે તે લઈશ—એવું તમારા મનમાં ખરું કે નહિ ? આવી રીતિએ ખૂલ્લા દિલે, ખૂલ્લા મગજે તમે રોજ અથી બનીને સાંભળે, તે પાટે બેસનારે તમને સમજાવવા ને માટે તરકીબ શોધવી પડે ને? પણ, તમે કેવળ “હા જી” કરનારા છે, તે શું થાય? તમે કાંઈ સમજે પણ નહિ અને સમજવાને પ્રયત્ન કરો નહિ, તે તમને બહુ મોટું નુકશાન થાય.
સત્ર શ્રાવકે કેટલુંક જાણું શકે ?
શ્રાવકે ધારે તે બહુ જાણું શકે. તત્ત્વની વાતમાં ભલભલાને છકકડ ખવડાવી દે, એવું તત્ત્વજ્ઞાન શ્રાવકેમાં પણ હોઈ શકે. આ શાસન, શ્રાવકને ધર્મના વિષયમાં ભેઠ રહે.