________________
બીજો ભાગ
૮૫
એ મણિ રબારીને ગમે નહિ હતે રબારીને તે, મણિના રૂપ, રંગ અને આકારે આકર્ષે હતે. - સાંજે બકરાંને ચરાવીને પાછા ફરતાં, રબારી એ મણિની સાથે રમત રમતી આવે છે. મણિ ગમી ગયું છે, એટલે એ મણિની સાથે એ ગેલ કર્યા કરે છે. એમાં એને, રસ્તામાં
એક વાણિયે મળે. - આ રબારી, એ વાણિયાને દેણદાર હતે. એ વાણિયાએ
આ રબારીને એક રૂપીએ વ્યાજે ધીયે હતે. રબારી એ વાણિયાને દૂધ વગેરે ઘણું આપી આવેલે, પણ એ બધું વ્યાજમાં જમા થએલું અને વાણિયાએ એક રૂપીયાનું લેણું તે ઉભું ને ઉભું જ રાખેલું.
વાણિયે એ લેભી હસે કે-એના રૂપીઆમાં એ કાંઈ પણ ઘટાડે થવા દે નહિ અને રબારી એ અજ્ઞાન હતે કે-વાણિયે જેમ કહે તેમ માની લે અને દેવું કબૂલ રાખે. પણ, રબારી આ વાણિયાના દેવાથી કંટાળી ગયેલ. ગમે તેટલું આપે તે ય વ્યાજમાં હજમ થઈ જાય અને દેવું ઉભું રહે, તે કંટાળે તે આવે ને? - અજ્ઞાન માણસને આ લાભ, તમે તે ન જ ઉડાવો ને? તમારી સાથે જેને લેવડ–દેવડ હોય, તે જે અજ્ઞાની હોય, તે તમે શું કરે? ઠીક ફાવટ આવી ગઈ એમ તમને તે ન જ લાગે ને? જે આપણા વિશ્વાસે રહે, તેને આપણાથી છેતરાય? આપણા ઉપર વિશ્વાસ મૂક્યો, એટલે વિશ્વાસ મૂકનારે આપણને સારા માણસ માન્યા ને? સારા માણસા તરીકેનું આપણને એણે માન આપ્યું ને? આપણે સારા ન હોઈએ તે ય, જે આપણને સારા માટે તેને માટે તે આપણે ભૂંડા