________________
બીજો ભાગ આપણે શું કામ કરીએ? આપણને એવું તે શું ખપ પડી ગયે કે–આપણે બીજા કેઈદેવની પૂજા કરીએ નહિ અને એ દેવની પૂજા કર્યા વિના આપણે રહી શકીએ નહિ? જે તમને તત્ત્વજ્ઞાન હોત, તે તમે કહી શકત કે-“સંસારમાં રખડતાં રખડતાં અનન્ત કાલ વહી ગયે. તેમાં ઉપકારિઓ તે ઘણુ મળ્યા છે, પણ બધા ઉપકારિઓ આની હેઠ! આના જેવો કેઈ ઉપકારી નહિ. કેમ? આણે મને મારા સ્વરૂપનું ભાન કરાવ્યું અને મારા સ્વરૂપને હું કેમ પ્રગટાવી શકું—એને રસ્તે પણ બતાવ્યું. કર્મના વેગથી સંસારમાં ભમ્યા કરું છું; કર્મના ભેગે અનન્ત કાળ સંસારમાં પરિભ્રમણ કરતાં વહી ગયે; આ મળ્યા, એટલે મારું અનંત કાલનું એ દુઃખ ટળી ગયું.” ભગવાનની પૂજા કરતાં, આવો કેઈ ભાવ, કેઈ વાર પણ આવે ખરે?
સઆવી સમજ મેળવી હોય, તે આ ભાવ આવે ને?
ભગવાન શ્રી જિનેશ્વરદેવો મેક્ષમાર્ગના દાતાર છે, આવું તમે કદી પણ સાંભળેલું કે નહિ ?
સએમ તે સાંભળેલું, પણ તે સાંભળેલું એટલું જ.
ત્યારે, તમને એટલે વિચાર પણ નહિ આવે કે “આવા સમર્થ પણ ભગવાને, જગતના જીના ભલાને માટે બીજે કઈ જ માર્ગ નહિ દર્શાવતાં, એક માત્ર મોક્ષમાર્ગ જ કેમ દર્શાવ્યું? આવા વીતરાગ અને સર્વજ્ઞ ભગવાને, જ્યારે જીવેના ભલાને માટે એક માત્ર મેક્ષમાર્ગ જ દર્શાવ્યું, ત્યારે એટલું તે નકકી જ કે–મેક્ષમાર્ગ સિવાયના માર્ગે કોઈ પણ જીવનું વાસ્તવિક કેટિનું ભલું થાય નહિ!” જો તમને આ વિચાર પણ આવ્યું હતું, તે ય તમને તેના સ્વરૂપને સમજવાનું