________________
ચાર ગતિનાં કારણે પણ અનાદિકાલથી છે, અજીવનું અસ્તિત્વ પણ અનાદિકાલથી છે અને જીવ તથા કમના વેગનું અસ્તિત્વ પણ અનાદિકાલથી છે! જીવ પણ નિત્ય અને અજીવ પણ નિત્ય
જીવ અને અજીવનું અસ્તિત્વ જેમ અનાદિકાલથી છે, તેમ જીવ અને અજીવનું અસ્તિત્વ રહેવાનું ક્યાં સુધી? કેઈ કાળ એવો નથી જ આવવાને, કે જે કાળે અનાદિકાલથી જે જીવનું ને જે અજીવનું અસ્તિત્વ છે, તે મીટી જાય. જીવનું અસ્તિત્વ મીટી જ જતું હોય, તે એ જાય ક્યાં? જે ક્યાંય પણ જાય-એમ માનીએ, તે ય એનું અસ્તિત્વ તે રહ્યું ને? એટલે, જીવ પણ નિત્ય છે અને અજીવ પણ નિત્ય છે. ત્યારે જીવ જન્મ-મરણને પામે છે અને અજીવ દ્રવ્યો ઉત્પન્ન થતાં તથા વિનાશ પામતાં દેખાય છે, તેનું શું?એ, જીવનાં અને અજીવનાં અવસ્થાન્તરે છે. જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય અનાદિકાલીન છે, નિત્ય છે, પણ એનાં અવસ્થાન્તર થયા જ કરે છે! જીવ જપે અહીં તે ક્યાંકથી મરીને આ અને અહીં જીવ મર્યો, એટલે અહીંથી રવાના થઈને તે ક્યાંક પણ ઉત્પન્ન થયે. જીવ વસ્તુતઃ જન્મ પણ નથી અને મરતા પણ નથી. શરીરની હેરફેરી થાય, તેને જન્મમરણ કહેવાય છે. અજીવમાં પણ તમે જુઓ કે-અજીવન સમૂહથી બનેલી એક ચીજ નાશ પામે છે, પણ એને અર્થ એટલે જ કે-એ અવસ્થામાં ગોઠવાયેલ અજના અંશે વિખરાઈ ગયા. મકાન પડી જાય, પણ મકાન બનવામાં વેગ પામેલ જે અજીવ અણુઓ હોય, તે કાંઈ નાશ પામી જાય?