________________
૭૮
બીજો ભાગ એ જીવ કર્મના ગવાળે બની શકે જ નહિ, કારણ કેએમ માનવામાં, કોઈ પણ પ્રકારના કાર્યકારણ ભાવ ઘટી શકતું નથી. જે અશુદ્ધ હોય, તે જે એનામાં શુદ્ધ થવાની ચોગ્યતા હોય તે શુદ્ધ બને–એ બને, પણ જેને કઈ પણ પ્રકારનું કારણ નથી, એટલે શુદ્ધ સ્વરૂપવાળો જીવ અશુદ્ધ સ્વરૂપવાળે બને–એ શક્ય જ નથી. સચ્ચિદાનંદમય એવું જેનું સ્વરૂપ છે અને જેને શરીર, ઈન્દ્રિ, આદિ કાંઈ જ નથી, એ જીવ કર્મના સેગવાળો બને, એવું કઈ કહે તે એણે એ જીવ કયા કારણે કર્મના ચંગવાળે બળે, એ સમજાવવું જોઈએ ને? શુદ્ધ લક્ષણમાં એવી એક પણ બાબત છે જ નહિ, કે જે શુદ્ધ જીવને કર્મના સેગવાળો બનાવી શકે. રાગ નહિ, દ્વેષ નહિ, અજ્ઞાન નહિ, ઈન્દ્રિયો નહિ, એવો જીવ કર્મના ચગવાળો બની શકે ખરે ?
સર નહિ જ!
એટલે પણ, જેમ જીવના અને અજીવના અસ્તિત્વને અનાદિકાલીન માનવું પડે, તેમ જીવ સાથેના કર્મના ભેગના અસ્તિત્વને પણ અનાદિકાલીન જ માનવું પડે. આપણે આત્મા અત્યારે કર્મના પેગવાળો છે ને? હા. ક્યારથી આપણે આત્મા કર્મના ચગવાળો છે? અનાદિકાલથી. આમ માન્યું, એટલે કે જીવનું અસ્તિત્વ અને અજીવનું અસ્તિત્વ અનાદિકાલીન છે, એ વાત આવી ગઈ. આપણે કદી પણ નહોતા અને પેદા થયા છીએ–એવું નથી; આ જગત્ કદી પણ નહોતું અને પેદા થયું છે–એવું પણ નથી; તેમ જ, આપણે પહેલાં શુદ્ધ જ હતા અને પછીથી કર્મને યેગવાળા બનવાથી અશુદ્ધ બની ગયા–એમ પણ નથી. જીવનું અસ્તિત્વ