________________
૨૬
ચજહૃદય ભાગ-૧૨ અને એ કોઈ સમયે નથી એવું નથી. ફક્ત પોતે કુતૂહલ કરીને અંદરમાં જોવાનો પ્રયાસ તો કરે. અંદરમાં જોવાનો પ્રયાસ તો કરે. એ પ્રયાસ કરશે ત્યારે એને ખબર પડશે કે એ પ્રયાસ કરવામાં મને શું શું આડું આવે છે.
અત્યાર સુધી તો એ કેવા પરિણામ કરે છે ? અને એ પરિણામ પોતાના આત્મદર્શન માટે કેટલા પ્રતિકૂળ છે, આવરણરૂપ છે એની એને ખબર નથી. એની જ એને ખબર નથી. પણ જ્યાં આત્માને જોવા જાય ત્યારે એને ખબર પડે છે. એ બધા પરિણામ એથી સ્થૂળ પરિણામ છે. સામાન્ય કરતા રાગાદિ સ્થળ છે, રાગાદિ કરતા
યાકાર જ્ઞાન સૂક્ષ્મ છે અને શેયાકાર જ્ઞાન કરતાં સામાન્યજ્ઞાન સૂક્ષ્મ છે. રાગાદિ પરિણામો તો પહેલા દેખાશે. કેમકે એ તો ઘણા સ્થળ છે, પછી શેયાકાર જ્ઞાનનો વિષય આવશે, પછી જ્ઞાન સામાન્ય ઉપર એટલું સૂક્ષ્મ છે. ઓલું બધું ધૂળ તો પહેલા દેખાય જવાનું છે. એટલે તરત ખબર પડશે, કે આ જીવ ક્યાં (ઉભો છે).
આત્મહિતની તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર ભાવના અને તીવ્ર લગનીને કારણે ઔદયિક કાર્યોમાં અને પરિણામોમાં નિરસ થવું, કે તેથી પોતાને જે દિશામાં જાવું છે એનો અવરોધ વર્તમાનમાં તો ઊભો ન થાય. એ અવરોધક ભાવો છે. અને પછી સતુશ્રુતની ચિંતવના કરવી. એવી પરિસ્થિતિમાં. ઇન્દ્રિયનિરોધપૂર્વક અથવા ઇન્દ્રિયજય કરીને જે સશ્રુતની આરાધના કરવામાં આવે છે. શ્રુતની અંદર તો એક એક વાક્ય જુઓને ! આખા પત્રમાં એક વાક્ય છલાંગ મારીને આત્મામાં નાખ્યું છે.
આત્મા અત્યંત પ્રત્યક્ષ છે એમ કહે છે. સૂર્ય-ચંદ્ર એટલો પ્રત્યક્ષ નથી. અત્યંત પ્રત્યક્ષમાં શું આવે? આ સૂર્ય-ચંદ્ર છેને? એ જેટલા પ્રત્યક્ષ નથી એટલો પોતાનો આત્મા પ્રત્યક્ષ છે. આ નિર્ણય કોણે કર્યો છે? પરમપુરુષોએ નિર્ણય કર્યો છે. તીર્થકર જેવા પુરુષોએ-પરમપુરુષોએ આ નિર્ણય કર્યો છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમને તે અત્યંત પ્રત્યક્ષ છે. એવો જે પરમપુરુષોનો નિર્ણય તે અમને તો અત્યંત પ્રત્યક્ષ છે. અમારા અનુભવમાં એ પ્રત્યક્ષ થઈ ગયો છે માટે જ્ઞાની પુરુષોના નિર્ણયની બાબતમાં કોઈ શંકા થવાની કોઈ જગ્યા રહેતી નથી. કોઈ અવકાશ નથી, કોઈ ગુંજાઈશ નથી.
એ રીતે આત્માની પ્રત્યક્ષતા ઉપર જે વાત લઈ જાય છે એ વાત પારમાર્થિક દૃષ્ટિએ બહુ મહત્ત્વની છે. કાંઈક અધ્યાત્મનું રહસ્ય છે એ આ જગ્યાએ છે. આત્મા જે અધ્યાત્મ તત્ત્વ છે અને એને અનુસરનારા પરિણામ એ અધ્યાત્મ તત્ત્વ છે, એનું રહસ્ય આ જગ્યાએ છે. “સોભાગભાઈને આ પત્ર ૨૮માં વર્ષે લખ્યો છે. વાત નહિ પકડી હોય. ૩૦મા વર્ષે એમને પ્રત્યક્ષ હથેળીમાં આત્મા દેખાડી દીધો લાગે છે. આ વાત લખી છે તમારું ધ્યાન ગયું છે કે નથી ગયું? એ ૫૭૯પત્ર (પૂરો થયો.