________________
પત્રાંક-૫૮૦૫૮૧
ર૭
પત્રાંક-૫૮૦.
મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૯૫૧ કેટલાક વિચારો જણાવવાની ઇચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતાં કેટલોક વખત વ્યતીત થયા કરે છે. જેથી વિનંતી છે કે તમે જે કંઈ પણ પ્રસંગોપાત પૂછવા અથવા લખવા ઇચ્છા કરતા હો તો તેમ કરવામાં મારા તરફનો પ્રતિબંધ નથી, એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશો નહીં. એજવિનંતિ.
આ.સ્વ.પ્રણામ.
પ૮૦મો પત્ર “અંબાલાલભાઈ” ઉપરનો છે. કેટલાક વિચારો જણાવવાની ઇચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતાં કેટલોક વખત વ્યતીત થયા કરે છે. શું કહે છે? કેટલીક વાતો અને વિચારો તમને જણાવવા છે પણ કોઈ સંયોગો ઉદયને અનુસાર એમ કરવામાં કેટલોક સમય વ્યતીત થઈ ગયો છે, વ્યતીત થયા કરે છે, હજી પ્રારંભ નથી થયો.
પત્રાંક-૫૮૧
મુંબઈ, ચૈત્ર વદ ૮, બુધ, ૧૯૫૧ ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પયય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે.
લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તોપણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. હવે તે વિષે જે બને તે ખરું. એ જ
વિનંતિ.
પ્રણામ.