________________
૧૬
રાજહૃદય ભાગ-૧૨
નિવૃત્તિમાં આવીને ‘સોનગઢ’ રહીશ તો આ ચર્ચા-ફર્ચામાં હું રહેવાનો નથી. જુઓ ! કેમકે ત્યાં તો લોકો લાગ્યા રહે. મારે એ રીતે ટાઈમ દેવાનો મારી પાસે સમય નથી. અંદરથી પુરુષાર્થની ઉગ્રતા એવી હોય છે. નહિતર સત્સંગ અને તત્ત્વચર્ચા તો પારમાર્થિક વ્યવહા૨ છે મુમુક્ષુ વચ્ચેનો. (તો કહે છે), ચર્ચા-ફર્ચા નહિ પણ ચલેગી. મેં છે ઔર મેરા કમરા. શું કહ્યું ? મેં ઔર મેરા કમરા. બસ ! ચર્ચા-ફર્ચા મુજે નહિ ચાહિયે. આ શબ્દો હતા.
એટલે કહે છે કે, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રે નથી....’ આગળ પણ એમણે એક કાગળ આ મતલબનો લખેલો છે એટલે આમાં વધારે નથી લખતો. માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્ફૂર્તિ થવાથી લખ્યું છે.' આ ફરીને લખવાનું સ્ફુરણ થોડુંક વિશેષ થઈ ગયું એટલે તમને બે-ચાર લીટી લખી નાખી. આગળ તો લખાઈ ગયું છે પણ મને અત્યારે લખતાં-લખતાં આ સ્ફુરણ આવ્યું એટલે બે લીટી લખી નાખી છે.
મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે;..’ ‘સોભાગભાઈ’ને પત્ર લખે છે ને ! એટલે સોભાગભાઈ’ પણ કોઈ વાત એમને પોતાને ઠીક લાગે તો લખતા હતા. તેમણે લખેલું કે, તમે મોતીના વેપારની પ્રવૃત્તિ વધારે ન કરો. જે છે એ પૂરા કરી નાખો. જે થઈ ગયો હોય એ વેપાર પૂરો કરી નાખો. એ વેપારમાં જોડાવા જેવું નથી. માણસ જેમ મીઠાનો વેપાર ન કરે, તેલની ઘાણીનો વેપાર ન કરે એમ મોતીનો વેપાર પણ ન કરે. કેમકે એકેન્દ્રિય જીવ છે ને ? એકેન્દ્રિય જીવ થાય છે. આમ તો જે બજારમાં આવે છે એમાં નથી હોતા. પણ મૂળમાં જે સાચા મોતી પાકે છે એ એકેન્દ્રિયનું શરીર જ છે. પછી બજારમાં આવે છે એ મડદું હાથમાં આવે છે. એ વેપાર આપણે ન કરવો, એવું કાંઈ લખ્યું હશે. મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે...' તે તમારી વાત યોગ્ય છે, યથાર્થ છે, એમાં કાંઈ મને વાંધો નથી. અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે.’
લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લોભનું નિદાન જણાતું નથી.’ હવે આ એક બીજો સૂક્ષ્મ વિચારવા જેવો Point છે કે વેપા૨ ક૨વો છે અને લોભના હેતુથી કરતા નથી. એટલે નિદાન શબ્દ લીધો છે. નિદાન એટલે શું ? નક્કી કર્યું હોય. આટલું મળે તો ઠીક, આમ મળે તો ઠીક, આમ મળે તો ઠીક એવું કાંઈ નિદાન નથી.