________________
પત્રાંક-પ૭૬
૧૭ એમ વિચારતા લોભનું નિદાન જણાતું નથી. નિદાન સમજાય છે? પ્રાપ્ત કરવાનો જે નિર્ણય કર્યો હોય એને નિદાન કહે છે. “આત્મસિદ્ધિમાં વાંચ્યું છે.વૈરાગ્ય આદિ સફળ... બીજી રીતે વાપર્યો છે. જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન.” એટલે મુમુક્ષુ માટે લીધું. આત્મજ્ઞાની હોય એનો વૈરાગ્ય સફળ છે, બીજો કોનો સફળ છે? કે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું નિદાન બાંધી લીધું હોય, નક્કી કરી લીધું હોય કે મારે આ પરિણામ કરવું છે માટે આ... એનોવૈરાગ્ય સફળ છે. બે જણનોવૈરાગ્ય સફળ છે. બાકી બધાના જેટલાના વૈરાગ્ય છે એ બધા નિષ્ફળ છે. એમ કરીને “આત્મસિદ્ધિ'માં એ મર્યાદા બાંધી છે. એમ અહીંયાં નિદાન શબ્દનો અર્થ એ છે કે, લોભના નિદાનથી વેપાર નથી કરતા.
લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં... વિચારતાં એટલે અમારા આત્માના પરિણામ તપાસતા “લોભનું નિદાન જણાતું નથી. એટલું જ નહિ વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી.” કે આ પૈસા મળશે, ભોગ-ઉપભોગ, અનુકૂળતા રહેશે. પાંચેય ઇન્દ્રિયના વિષયોના પદાર્થો સુલભ થઈ જશે. માટે અમે આ પ્રવૃત્તિ કરીને પૈસા મેળવીએ છીએ એમ પણ દેખાતું નથી. જુઓ! પોતાના પરિણામ તપાસીને (કહે) છે. તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. આ બે વાત હોય તો જમાણસ પ્રવૃત્તિ કરે. આ કહે છે કે બે વાત નથી છતાં પ્રવૃત્તિ થાય છે એ હકીકત છે. પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહનથી.ક્ક
મુમુક્ષુ -એટલે આ પૂર્વનો કર્મનો ઉદય જ છે એમ? પૂજ્ય ભાઈશ્રી:-નીચે જ લખે છે.
જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિદેવાને માટે થતી હશે એમ લાગે છે,” શું કહ્યું? દેણું ચૂકવીએ છીએ. આગલું દેણું કરીને આવ્યા છીએ. આ રેવાશંકરભાઈનું ને કુટુંબનું ને બીજાનું, ત્રીજાનું દેણું દેવા આવ્યા છીએ. લેવા-દેવા આવ્યા નથી અમે કાંઈ? અમારે કાંઈ જોઈતું નથી. આ દેણું ભરીએ છીએ, બીજું કાંઈ નથી. કરજ કર્યું છે એ ન્યાયથી, નીતિથી પાછું આપી દેવું છે. દૂધે ધોઈને તમારું લેણું લઈ જાવ. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે એ લાગે છે તે યથાર્થ હશે કે કેમ ? પાછું એમના ઉપર નાખ્યું છે. અમને તો લાગે છે, કે પણ તે યથાર્થ હશે કે કેમ?
તે માટે વિચારવાન પુરુષ જે કહે તે પ્રમાણ છે? અમારો ન્યાય અમે કેમ તોળીએ? ભલે કોઈ જ્ઞાનીપુરુષ અમારો ન્યાય તોળે. અમને કાંઈ વાંધો નથી. અમે તો અમારા