________________
પત્રાંક-૫૭૬
૧૫ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. વધારેમાં વધારે ખૂંચે છે એમને આ જે પોતે જે પ્રવૃત્તિમાં ઊભા છે એમાં મુખ્ય “વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિનાં વિરોધ પ્રવૃત્તિ સંબંધીનો નિષેધ, નિરોધ બહુ તીવ્ર આવે છે અને એ તીવ્રતામાં પરમાર્થસંબંધીનું પણ લખવું કે કહેવું બંધ થઈ જાય છે. પુરુષાર્થની કોઈ એવી અલૌકિક ગતિ છે કે જેની અંદર પોતાના વર્તમાન ઉદયમાં જોડાવાને બદલે એટલો બધો જોરથી નિષેધ આવે છે, કે એ પુરુષાર્થને આધિન રહેતા પારમાર્થિક વિષયની પ્રવૃત્તિ છૂટી જાય છે. એટલા એ પોતાના કામમાં અંદરમાં લાગેલા છે એમ કહેવું છે.
મુમુક્ષુ –અંતરમાં કે બાહ્ય તરફ?
પૂજ્ય ભાઈશ્રી – હા, લખતાં, કહેતાં. એમ કહ્યું ને? પરમાર્થસંબંધી કહેતાં લખતાં પ્રવૃત્તિ રહી ગઈને? તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, અને પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે.” શ્રેયભૂત એટલે કલ્યાણકારક લાગે છે. જે પુરુષાર્થ ઉપડ્યો છે એમાં બાહ્ય પરમાર્થની પ્રવૃત્તિ પણ એમને અપ્રવૃત્તિ થાય એ શ્રેયભૂત લાગે છે. બીજાને માટે નહિ, હોં! પોતાને માટે જુઓ ! કેટલું પ્રાધાન્ય છે! સ્વકલ્યાણનું કેટલું પ્રાધાન્ય છે એમનું ! નહિતર ખ્યાલ તો છે કે અમારા થકી માર્ગ) સમજાય એવું છે. અને કોઈને સમજાય તો અત્યારે બીજું કોઈ દેખાતું પણ નથી. કોઈનું કલ્યાણ થવું હશે તો અમારા થકી થશે એ તો કહી ગયા છે. છતાં પણ પોતાનો પુરુષાર્થ જ્યાં ઉગ્રપણે અંદરમાં કામ કરે છે. બહારની પ્રવૃત્તિ, નિમિત્તવાળી પ્રવૃત્તિ પણ એ નહિ કરવાનું શ્રેયભૂત લાગે છે. આ એમની દશા પકડવા જેવી છે. સમજવા જેવી છે અને સમજાય તો આત્માર્થ સમજાય એવો વિષય છે જરા. બહુ ગૂઢ વિષય છે, અંદરનો ઘણો સૂક્ષ્મ વિષય છે પણ એક સમજવા જેવો વિષય છે.
એક બાજુથી સત્સંગનો આટલો મહિમા કરે છે. પોતે પણ અવારનવાર લખે છે કે ભાઈ! અમે પણ આ ધંધો છોડીને મહિનો-બે મહિના નીકળી જઈએ, કોઈ નિવૃત્તિ ક્ષેત્રની અંદર રહી જઈએ, સત્સંગમાં રહી જઈએ. ત્યાં (કોઈ) આવે તો કહે આવશો નહિમારી પાસે.મને એકલો રહેવા દયો.
સોગાનીજી' જેવું જ છે, કે મારે નિવૃત્તિ લેવી છે. તો પછી સોનગઢ આવો છેને? મને કહ્યું, તમે નિવૃત્તિ લઈ લેવી છે. છોકરો સંભાળે છે. હું તો અમસ્તો બે આની સંભાળું છું. નિવૃત્તિ ક્ષેત્રમાં ક્યાંક જવું છે). ક્યાંક એટલે ક્યાં? “સોનગઢ આવશો ને? તો કહે, નક્કી-નિર્ણય નથી થયો હજી. કારણ કે એ તો સહેજે નિર્ણય થાય. કૃત્રિમ નથી કરતા. નિર્ણય નહિ હુઆ. સોનગઢ' આઉંગા તો યહ ચર્ચા-ફર્ચા નહિ ચલેગી. શું કીધું?