________________
૧૪
રાજહૃદય ભાગ-૧૨
વિષયાદિની ઈચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી, તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જ્જત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે એ લાગે છે તે યથાર્થ હશે કે કેમ ? તે માટે વિચારવાન પુરુષ જે કહેતે પ્રમાણ છે. એજવિનંતિ.
લિ. રાયચંદના પ્રણામ.
પ૭૬મો પત્ર “સોભાગ્યભાઈ ઉપરનો છે.
આજે પત્ર ૧ પહોંચ્યું છે. અત્ર કુશળતા છે. પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે....જુઓ ! જે પ્રવૃત્તિ ચિત્તની થવી જોઈએ એપ્રવૃત્તિ બંધ પડી જાય છે, એમ કહે છે. અને કલ્પિતનું આટલું બધું માહાભ્ય શું ? કહેવું શું? જાણવું શું? શ્રવણ કરવું શું ?પ્રવૃત્તિ શી ?એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે. અપ્રવૃત્તિ થવા પાછળ આવા પ્રશ્નો ઉઠેલા છે, કે “કલ્પિતનું આટલું બધું માહાભ્ય શું?’ કેમકે દશા તો સહજ થવી જોઈએ. એક વિકલ્પ ઉઠે તો યમનો દૂત લાગે છે, જે “સોગાનીજીએ કહ્યું “ઉપયોગ બહાર નિકલા તો યમ કા દૂત સમજો.’ ફાંસી લાગે છે. આત્મા મુક્ત સ્વભાવને એ ફાંસી જેવી લાગે છે. એકાવતારી જીવો છે ને ? પોતે એકાવતારી છે, પેલા પણ એકાવતારી છે. બેયની પુરુષાર્થની Line કયાં મેળ ખાય છે, જુઓ! એટલે છૂટી જાય છે. લખવાની પ્રવૃત્તિ ચિત્તમાંથી છૂટી જાય છે કે આ શું પ્રવૃત્તિ કરવી. શું કહેવું આમાં?
કથન જુદું, આત્મા જુદો, પરિણતિ ક્યાંય, ઉપયોગ ક્યાંય, એની સામાન્ય સ્થિતિ ક્યાંય. કલ્પિત જેવું લાગે છે. એટલી કૃત્રિમતા થાય છે ને ? ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ થાય છે એટલે ઇચ્છા વિના તો લખવાની પ્રવૃત્તિ થાય નહિ. અને ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરે છે એટલે એમાં કૃત્રિમતા ભાસે છે. આગળ એક જગ્યાએ એ કૃત્રિમતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. કેમકે આ દશા એમની છેલ્લા એક-બે વર્ષની અંદર વિશેષ થઈ છે કે ધાર્મિક, પારમાર્થિક વિષયને લખતાં, કહેતાં પણ એમનો ઉપયોગ પાછો વળી જાય છે, સંક્ષેપાય જાય છે. પરિણામ જ કામ કરતા નથી. એટલું અંદરનું ખેંચાણ છે કે બહારમાં પરિણામ જ કામ કરતા નથી એમના. એ પરિસ્થિતિ થઈ ગઈ છે.
અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિનાં નિરોધ વિના તેમાં પરમાર્થકથનમાં પણ