________________
૧૩
પત્રાંક-૫૭૬ દર્શનમોહ મંદ થાય છે. આ તો જ્ઞાનીના માત્ર ચક્ષુદર્શનના વિષયથી પરિણામમાં દર્શનમોહમાં આ ફેર પડે છે. છેલ્લી માંદગીમાં તો બહુ અશક્ત થઈ ગયા હતા. લગભગ બોલી નહોતા શકતા. વાતચીત કરે એટલી શક્તિ છેલ્લે નહોતી રહી. પણ પરિણામમાં જુઓ તો એકદમ પ્રસન્નતા આવી ગઈ. ગુરુદેવે પૂછ્યું કે કાંઈ દવા લ્યો છો? બોલી તો શકતા નહોતા. એટલે પ્રસન્ન ચિત્તથી કાંઈક મોઢા ઉપરની રેખાઓમાં ફેરફાર થયો. એટલે ખ્યાલ તો આવી ગયો કે આ બોલી શકતા નથી. કાંઈ વાંધો નહિ. જ્ઞાન સુધારસ પીજે.” આટલા શબ્દો બોલ્યા. “જ્ઞાન સુધારસ પીજે. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરો. આ કરવા જેવું છે. એટલે એના આત્મામાં કેટલી ઊંડી છાપ પડી હશે એ તો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે.
અહીંયાં એમ કહે છે, કે એમના સદ્ગુરુના પ્રત્યક્ષ આશ્રયનું અને એનું મહાસ્ય તથા એનું સાર્થકપણું અમને તો અમારા અનુભવથી પ્રત્યક્ષપણે અત્યંત સત્ય દેખાય છે. આ તો અમારો અનુભવ બોલે છે. પોતાને પણ કોઈ સત્પષ મળ્યા છે એટલે પોતાના અનુભવથી આ વાત કરી છે અને અનેક જીવોના આ દૃગંત તો આપણે પણ પ્રત્યક્ષ જોવામાં, જાણવામાં આવ્યા છે. એ પ૭૫ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૭૬
મુંબઈ, ચૈત્ર સુદ ૬, સોમ, ૧૯૫૧ આજે પત્ર ૧ પહોંચ્યું છે. અત્ર કુશળતા છે. પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતા કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાસ્ય શું? કહેવું શું? જાણવું શું? શ્રવણ કરવું શું? પ્રવૃત્તિ શી? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રેનથી, માત્રચિત્તમાં અત્રેવિશેષ સ્કૂર્તિ થવાથી લખ્યું છે.
મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે. લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લોભનું નિદાન જણાતું નથી.