________________
૧૨
અપરોક્ષ સત્ય દેખાય છે.'
સદ્ગુરુનું, જ્ઞાનીપુરુષનું સાન્નિધ્ય શું ચીજ છે એનો બહુ સુંદર ચિતાર આ પત્રની અંદર ‘શ્રીમદ્જી’એ લીધો છે. તેથી વારંવાર પોતાને પણ ‘સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું...’ કેટલું છે ? કે ‘અત્યંત અપરોક્ષ...’ એટલે અત્યંત પ્રત્યક્ષ અને સત્ય એટલે અનુભવગોચર દેખાય છે એ તો. અમારા પરિણામમાં ફેર પડી જાય છે એમ કહે છે. એ વાત તો એટલી બધી સુગમ છે, સમજાય એવી છે કે જ્યાં જ્ઞાનીપુરુષના દર્શન કરેને, હજી ઓઘે માન્યા હોય, હોં ! ઓળખાણવાળાની તો વાત જ જુદી છે કોઈ, પણ ઓઘે પણ જ્ઞાની હોય અને જ્ઞાની માન્યા હોય, તો પણ એને જ્ઞાની તરીકે એને સ્વીકાર્યા હોય તો એને જોવે ત્યાં એના પરિણામ ફરી જાય.
રાજહૃદય ભાગ-૧૨
જેમ કે કોઈ માણસને રોગની વેદના થઈ. આ ‘ગુરુદેવ’ જતા ને દર્શન કરાવવા. સામે ચાલીને જતાં. જેના ઘરે જે પથારીમાં હોય એના ઘરે જાય. તમે તો ‘સોનગઢ’ રહ્યા છો એટલે ખ્યાલ હશે. ‘સોનગઢ’માં જેના ઘેર મુમુક્ષુ એના ઘરે જાય અને ‘જીથરી’ હોય તો Hospital માં જાય. અમારે (એક મુમુક્ષુ) અહીં ‘ભાવનગર’ આવ્યા હતા. એ વખતે એવું થયું કે એને સૂઝી ગયું. હું રોજ (ખબર કાઢવા) જતો હતો. એ દિવસે ગયો તો (મને) કહે, કાલે આખી રાત ઊંઘ નથી આવી અને વેદના વધી છે. કેમ ? ‘ગુરુદેવ’ના દર્શન કરવા છે. એ છેલ્લો દિવસ હતો. જે ‘ગુરુદેવ’ના દર્શન કર્યા એ એનો છેલ્લો દિવસ હતો. એટલે મેં કહ્યું,.. હું તો સાંજે જતો. સાંજે અથવા રાત્રે જતો. આમ પથારીમાં તો કદાચ મહિનો-દોઢ મહિનો હોસ્પિટલમાં રહી ગયા હતા. મેં કીધું, એમ કરો કાલે સવારે છોકરાને કે એક બે ભાઈને ‘સોનગઢ’ મોકલો. ગુરુદેવને વિનંતી કરીએ. હું સાથે રહીશ. ‘ગુરુદેવ’ને વિનંતી કરીએ. તમારા ઘરેથી કોઈ એક જણ તો હોવું જોઈએ ને ? તો કહે, ભલે. ન હોય તો કોઈ એવી પરિસ્થિતિ હોય તો હું એકલો કહીશ, કાંઈ વાંધો નથી. એકાદ જણ હોય તો સારું. એક છોકરો આવ્યો. આમ છે, પથારીવશ છે અને આપનું સ્મરણ કરે છે. આવો. સવારે વિનંતી કરી. બહુ સારું, કહે. આહા૨ કરીને આપણે આજે ગાડી ત્યાં લઈ લ્યો. ત્યારે ને ત્યારે હા પાડી દીધી. જુઓ ! કુદરતી એને મેળ થયો. નહિતર એમ કહે કે કાલ આવીશ તો ? સાંજે સાત વાગે દેહ છૂટી ગયો. આવ્યા પોતે. એમાં શું કારણ છે ? જુઓ ! અહીંયાં રહસ્ય સમજાય એવું છે. ઓળખાણ ન હોય પણ ઓઘે માન્યા હોય અને સ્વીકાર્યા હોય તો જોતાં, દર્શન કરતાં એના પરિણામ ફરી જાય છે. બહુ મોટી વાત છે. અને એ જે પરિણામ ફરે છે એમાં દર્શનમોહ મંદ થાય છે. મોટી વાત એ છે. કષાય મંદ થાય છે એ વાત નથી,