________________
પત્રાંક-૫૭૫ કહ્યું છે. જિનમાર્ગમાં આ વાત વારંવાર આવે છે. હું કહું છું એટલા માટે નહિ. એ પોતે તીર્થકરને વચમાં નાખે છે, એમના માર્ગને પણ વચમાં સાક્ષીરૂપે નાખે છે. એમનો અનુભવ બહુ બહોળો છે. સામાન્ય રીતે કોઈ જ્ઞાનીને એવો પ્રકાર છે. બધા જ્ઞાનીને એવો પ્રકાર નથી હોતો કે પૂર્વભવ યાદહોય. આમને એક નહિ પણ અનેક પૂર્વભવની યાદદાસ્ત હતી. અને પોતે જે કાંઈ પરિશ્રમ કર્યો છે એ પણ એમને ખ્યાલમાં છે કે આ માર્ગ શોધવા માટે મેં ઘણા માથા પછાડ્યા છે, પત્તો લાગ્યો નથી. અને ભૂતકાળની અંદર આગલા કોઈ ભવમાં જ્ઞાનીપુરુષનો યોગ બની ગયો છે. અને સહજમાત્રમાં (આત્મજ્ઞાન પામ્યા છે). “ચતુરાંગુલ હૈ દગ સે મિલહે' એ ચાર આંગળ છેટું નહોતું. એટલે કાંઈ છેટું જ નહોતું. પણ એની ઉપર દૃષ્ટિ જાતી નહોતી. એ જ્યારે દૃષ્ટિ મળે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે બધા સાધન નિષ્ફળ ગયા. કેમકે જ્ઞાનીપુરુષ એને મળ્યા નહોતા. એ જે યમ નિયમ સંયમ આપ કિયો.” એમાં એ વાત નાખી છે. “વહ બાત રહી સુગુરુ ગમકી'. એ વાત અહીંયાં ફરીને કહે છે. એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. એ તો દેશનાલબ્ધિનો સિદ્ધાંત પણ એના ઉપર જ છે.
બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે. શું કહ્યું? બોધબીજની પ્રાપ્તિ થયે....” જેને બોધબીજ પડ્યું છે એમ કહે છે. જુઓ ! સંસ્કાર આવ્યા. અને નિવણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે..” કે આવો અંતર્મુખ થવાનો માર્ગ છે. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ આવે છે ને ? પણ તે માર્ગમાં યથાસ્થિતિ સ્થિતિ થવાને અર્થે સ્થિર એકાગ્ર થવાને અર્થે “જ્ઞાનીપુરુષનો આશ્રય મુખ્ય સાધન છે...” બહુ મોટી વાત છે. જ્ઞાની પુરુષનો આશ્રય મળે છે એ જગતમાં બહુ મોટી વાત છે. “અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે;” આ તો શરૂઆતવાળાની વાત કરી પણ ઠેઠ પૂર્ણ દશા સુધી છે. “નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે...' નહિ તો જીવને અવશ્ય પડવાનો ભય છે એમ માન્યું છે, કારણ કે પોતે પડ્યા છે એ પાછો ખ્યાલ છે. બધા અનુભવપૂર્ણ આ બધા વચનો લખે છે.
તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને....... હવે અત્યારે જે રખડે છે એ તો અનાદિથી ભ્રાંત છે અને એને પોતાની મેળે કરી લેવું છે અથવા અજ્ઞાનીના આશ્રયથી કરવું છે. કોઈ રીતે મેળ ખાવાનો નથી. તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્દગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે.” અસંભવ નથી લીધું, હોં! “અશકય છે, એમાં સંશય કેમ હોય ? એમાં તો શંકા