________________
રાજહૃદય ભાગ-૧૨ જ્ઞાનનું વલણ અનંત શાંતિના પિંડ ઉપર જાય છે? એ રીતે એનું બધું વલણ અને વળાંક ત્યાં આવીને ઊભો રહે છે? કેવી રીતે થાય છે? એવું એક વચન લીધું હતું આપણે. વાલાના પશ્યન્તી નિં:' બાળબુદ્ધિ જેવો. જેની બુદ્ધિ બાળકો જેવી છે એમ સરખાવ્યું છે. એ લિંગ એટલે બાહ્ય ચિતને જોવે છે. કોઈ ત્યાગને જોવે છે, કોઈ વૈરાગ્યને જોવે છે, કોઈ ક્ષયોપશમને જોવે છે, કોઈ ભાષાને જોવે છે, ભાષાની ભપકને જોવે છે. આ બધા બાળબુદ્ધિને ત્યાં મૂકી દીધા. તો કહે તત્ત્વદૃષ્ટિ જીવ શું જોવે છે કે તત્ત્વદષ્ટિ એ જોવે છે, કે આની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહિ? ક્યાં દૃષ્ટિ રાખીને આ વાત ચાલે છે ? એને “શ્રીમદ્જી પોતાની ભાષામાં એમ કહે છે કે આશયભેદ છે. આ પ્રકારે એના પરિણામથી જે વાણી ઉત્પન્ન થઈ એમાં આશયનો ભેદપડી જાય છે. બધી વાત એક જ જગ્યાએ ખેંચી જાય છે.
મુમુક્ષુ –એ આશયના પ્રયત્નવાળો જીવ ઓળખી શકે.
પૂજ્ય ભાઈશ્રી - એ આશયને શોધતો હોય,પ્રયત્ન કરતો હોય એને એનો પત્તો લાગે છે કે બરાબર છે. હું જેની શોધ કરું છે એ મને અહીંથી મળે છે. એ તો સીધો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એને એક જાતનો Inner current કહે છે. એની વાણીનો સીધો Current લાગે છે. અને ત્યારે એને એમ લાગે છે કે આ છદ્મસ્થની વાણી નથી મારા માટે આ કોઈ દિવ્યધ્વનિ છે. સીધું એને આવે છે, અંદરથી આવે છે, કે મારા માટે આ દિવ્યધ્વનિ છે અને મારે માટે કોઈ આ દિવ્ય જ્ઞાનધારી દિવ્યમૂર્તિ, દેહધારી દિવ્યમૂર્તિ છે, જે મારા માટે તો પરમાત્માને સ્થાને છે. આવી રીતે એ જ્ઞાનીને ઓળખે છે. એ પ્રકાર આપણે ચર્ચામાં જરા વિસ્તારથી ચાલી ગયો.
“મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે એવું જે એમણે ૨૫૪ નંબરના પત્રમાં એક વાક્ય નાખ્યું, એ તે પ્રકારની શોધ અને નિર્મળતામાં આવેલા જીવની વાત છે. જો એવી નિર્મળતા ન હોય એટલે એવી યોગ્ય પાત્રતા ન હોય અને એ પ્રકારે એને જ્ઞાનીની ખોજ ન હોય તો એને જ્ઞાની મળવા છતાં ઓળખાતા નથી. અને એ રીતે અનંત વાર જ્ઞાની મળ્યા, નિગ્રંથ ધર્માત્મા ભાવલિંગી સંતો મળ્યા અને તીર્થકરોના સમવસરણ સુધી પણ પોતે જઈ આવ્યો પણ એ બધું જ નિષ્ફળ ગયું છે અને નિષ્ફળ જાય એવા પરિણામે પોતે એને નિષ્ફળ કર્યું છે. નિષ્ફળ ગયું નથી પણ ખરેખર પોતે નિષ્ફળ બનાવ્યું છે. આ એક વિચારણીય મુદ્દો છે. એટલે જ્ઞાનીપુરુષના વચન ઉપર કેટલું વજન આપે છે!
એ “વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર