________________
પત્રાંક-પ૭૫ એ પ્રશ્ન નથી. પણ દસમા સુધી અબુદ્ધિપૂર્વકનો પ્રકાર ઉત્પન્ન થાય છે. એ કોઈ છદ્મસ્થની જ્ઞાનનો કે બુદ્ધિનો વિષય નથી પણ કેવળજ્ઞાનનો વિષય છે. જોકે અબુદ્ધિપૂર્વકનો રાગ છે એ તો ચોથે ગુણસ્થાને પણ પોતાને અનુભવગોચર થતો નથી. બુદ્ધિગ્રાહ્ય થતો નથી માટે તો તેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. કેમકે એમાં મનજનીત નથી, એ રાગમનજનીત નથી.
મુમુક્ષુ -ઉદયજનીત છે.
પૂજ્ય ભાઈશ્રી:- ઉદયજનિત છે. જીવના અસંખ્ય પ્રદેશે જે કર્મનો ઉદય આવે છે એની સાથે સીધું જોડાણ છે. બુદ્ધિપૂર્વકના રાગનું મન મારફત જોડાણ છે. એ રાજમલજીએ “કળશટીકાની અંદર ૧૧૬ નંબરના કળશમાં એ વાત બહુ સારી કરી છે. બુદ્ધિપૂર્વકનો રાગ છોડવા માટે અને અબુદ્ધિપૂર્વકનો રાગ છોડવા માટે જ્ઞાનીપુરુષ શું કરે છે? તો કહે છે, સ્વરૂપનું અવલંબન લે છે. પણ મૂળ કળશની અંદર બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકના રાગનો વિષય એમ વાત ચાલી એટલે એમણે ટીકા કરતી વખતે સ્પષ્ટીકરણ આપ્યું. રાજમલજી એ એવી વાત લીધી છે.
મુમુક્ષુ આ પૂરું થાય એટલે આપણે એ લઈએ. પૂજ્ય ભાઈશ્રી:-હા. બરાજમલજીની કળશટીકામાં ૧૧૬મો શ્લોક છે.
અહીંયાં શું કહે છે? કે “બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે. એમ લઈ લીધું. કેમકે એને એકાગ્રતા ક્યાંથી થઈ છઠ્ઠથી સાતમે ઉપર શ્રેણીએ આવ્યા કયાંથી? એતો ફળ ગણો પણ એનું મૂળ શું છે? કે મૂળમાં જ્ઞાનીના વચનો એને આધારભૂત થયેલા છે. એટલે અહીંયાં એનો આશય પકડ્યો કે “બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં.” એ તો ધ્યાનમાં જ છે. “શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે,” જ્ઞાનીના વચનોનો આશય શું છે? પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ છે એ જ્ઞાનીના સર્વવચનોનું કેન્દ્રસ્થાન છે. એટલે તો જ્ઞાનીની વાણીમાં આશયભેદલીધો છે.
આપણે જે જ્ઞાનીને ઓળખવા સંબંધમાં ચર્ચા ચાલી એમાં ૬ ૭૯ પત્રમાં એ શબ્દનો પોતે પ્રયોગ કર્યો છે કે જ્ઞાનીની વાણીમાં, જ્ઞાનીનાં વચનોમાં આશયભેદ રહેલો છે. આશય એટલે શું ? કે જે સર્વપ્રથમ છે એ સર્વ પ્રથમ કહેતા એમનું જે વલણ છે એ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. એટલે કોઈ મુમુક્ષુ જ્ઞાનીને ઓળખવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ આ વસ્તુ જોવે છે કે એના શ્રદ્ધા અને એના જ્ઞાનમાંથી એનું શ્રદ્ધા