________________
૬
રાજહૃદય ભાગ-૧૨
૫૭૫મો પત્ર. એ પણ કોના ઉપરનો છે એ પણ આમાં મળતું નથી. જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે.’ શું કહે છે ? કે ‘નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે...' એટલે કેવળજ્ઞાન અવસ્થામાં પ્રથમમાં પ્રથમ જીવન્મુક્તદશા જેને કહેવાય એવું સ્વરૂપનું અનુજીવી ગુણો પૂરેપૂરા પ્રકાશે છે. પ્રતિજીવી ગુણની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે જ્યાં સુધી કેવળજ્ઞાનાદિ પૂર્ણ દશા ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીને પણ, મુમુક્ષુની વાત એક બાજુ રહી, જ્ઞાનીને પણ ‘નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને...’ માટે, સ્વરૂપની એકાગ્રતા જળવાય રહેવા માટે ‘જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે,...' એને સતુશ્રુત છે, જ્ઞાનીપુરુષના વચનો છે એ આધારભૂત છે, એ અવલંબનભૂત છે એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે.’
આમ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી અસ્થિર દશા છે. ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં અને છઠ્ઠા ગુણસ્થાનમાં એકાગ્રતા છૂટે છે અને જીવનો ઉપયોગ અને પરિણામો બીજા બહાર જવા લાગે છે. તો બહાર જતા પરિણામને માટે આ વાત છે. સાતમું અને એથી ઉપરના ગુણસ્થાનનું તો ... છે અને પરિણામ પણ સ્વરૂપના નિદિધ્યાસનમાં એકાગ્રતામાં જ રહેલા છે એટલે એને તો કાંઈ પ્રશ્ન નથી. પણ છઠ્ઠા ગુણસ્થાન સુધી આ વાત છે. બાકીનો કાળ ઓછો છે એટલે પોતે એ વાતનું મહત્ત્વ આપવા માટે એમ કહે છે કે બારમા ગુણસ્થાન .. પણ આ જરૂ૨ છે, એમ કહેશે. જોકે સાતમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનમાં ઉપયોગ બહા૨ જતો નથી.
‘જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે,...' આ તો મુમુક્ષુને પત્ર લખે છે ને ! એટલે મુમુક્ષુને એ વાત ઉપર વજન દેવું છે કે નહિતર તારો ઉપયોગ જે અત્યારે અસત્સંગનો ઘેરાવો છે એમાં ઉપયોગ ચાલ્યો જશે, એમાં ઉપયોગ રહેશે અને એ આત્માને નુકસાનનું કારણ છે, લાભનું જરા પણ કારણ નથી. એટલે એ વાત ઉપર વજન દેવું છે. મુમુક્ષુ :– બારમે ગુણસ્થાને ક્યા પ્રકારનું..?
પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં અબુદ્ધિપૂર્વકનું છે. બુદ્ધિપૂર્વકનો કોઈ વિકલ્પ નથી. કેવળીગમ્ય છે. સાતમા, આઠમા, નવમાં, દસમા અને બારમામાં...
મુમુક્ષુ :– કેવળજ્ઞાન લેવાની તૈયારીમાં ઊભા છે ?
–
પૂજ્ય ભાઈશ્રી :– હા. તૈયારીમાં છે. પણ અબુદ્ધિપૂર્વક. બારમા ગુણસ્થાનમાં તો યથાખ્યાત ચારિત્ર થઈ જાય છે એટલે ત્યાં અસ્થિરતા છૂટી જાય છે. અગિયાર-બારથી