________________
પત્રાંક-૫૭૫
૫
૫૭૪માં ખાલી બે લીટીમાં એટલું માર્ગદર્શન આપ્યું છે પણ વિચારવા યોગ્ય વિષય છે. ઉ૫૨થી ઉ૫૨છલ્લો કાઢી નાખવા જેવો વિષય નથી. આમ તો ભૂલ શું કરે છે ? આપણે ત્યાં ઘણી વાતો પ્રસિદ્ધ થઈ ગઈ છે કે ભાઈ ! ચક્રવર્તીને આટલો પરિગ્રહ હોય છે, ફ્લાણાને આમ હોય છે, ફલાણાને આમ હોય છે. આપણે તો આટલું છે. એવું વિચારવા જેવું નથી. એવું અવલંબન લેવા જેવું નથી. એ અવલંબન લેવા માટે એ વાતો શાસ્ત્રમાં આવી નથી. એ બીજા હેતુથી આવી છે, બીજા આશયથી આવી છે. અને એ આશય અનુસાર જો ગ્રહણ ન કરવામાં તો જીવને નુકસાનનું કારણ અવશ્ય થાય. ૫૭૪ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૭૫
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવા જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાનીપુરુષનો આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે; નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી ભાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દૃઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગદ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સત્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ ગદ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.