________________
રાજદય ભાગ-૧૨ ચારિત્રમોહના કષાય છે એ બધા હોય. સોળ (કષાયમાંથી) એક અનંતાનુબંધીના ચાર (કષાય) ગયા છે. બાકી બધા છે. એટલે તો ઓળખવામાં તકલીફ પડે છેને. જે સમસ્યા ઊભી થઈ છે એ આ કારણે ઊભી થઈ છે કે બાકીના કષાય ઊભા છે અને કષાયની અન્યથા કોઈને તો કેટલીક પ્રવૃત્તિ પણ હોય છે. બધાને નથી હોતી પણ કોઈને હોય છે. એ પ્રવૃત્તિ તો ઉદય અનુસાર છે. પ્રવૃત્તિ હોય કે ન હોય કષાય તો બધાને ચાર ગયાએ ચાર ગયા જ છે. એમ જે ઓળખવામાં મુસિબત ઊભી થાય છે કે એનું કારણ એ છે કે બાકીના કષાય રહ્યા છે. કષાયની અંદર ક્યાંક ક્યાંક પ્રવૃત્તિ પણ છે. એટલે સમ્યગ્દષ્ટિની ઓળખાણ થતી નથી.
મુમુક્ષુ:–ભેદરેખા બહુ જપાતળી છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. ભેદરેખાનો પ્રશ્ન તો હમણા અહીં ચર્ચામાં બહુ ચચણો. ભેદરેખા એટલી પાતળી છે, કે કોઈ મુમુક્ષુ જીવ છે એની સમજણ શાસ્ત્ર અનુસાર હોય, એની બહારની પ્રવૃત્તિ પણ મુમુક્ષુને યોગ્ય જેને કહી શકાય એવી હોય. અને જ્ઞાની પણ મુમુક્ષુ જેવા દેખાય. એટલે એની પ્રવૃત્તિ અને એની પણ શાસ્ત્ર અનુસારની બધી સમજણ હોય તો એમાંથી કઈ રીતે તારવવું? એમાંથી આ એક બીજો વિષય ઊભો થાય છે. સમજણ ? તો કહે છે, આગમ અનુસાર છે. એમાં કાંઈ ભૂલ નથી કરતા. બરાબર છે. તો હવે બાકીમાં? બાકીમાં પાત્રતા પણ જોવામાં આવે છે. દેવ-ગુરુશાસ્ત્રમાં ક્યાંય વિરાધના, વિરુદ્ધતા થતી નથી અને બધા પડખા સારા દેખાય છે. તોપણ એ જ્ઞાની છે તો એને જુદો વિષય છે. એ તો ભેદરેખા બહુ પાતળી છે, ભાઈ ! ઘણી આછી છે. એટલે સમ્યગ્દષ્ટિને ઓળખવા એ વિષય અસાધારણ થઈ પડ્યો છે. અનંત કાળમાં જીવ આ જગ્યાએ ભૂલ્યો છે. અને એકવાર પણ જો ન ભૂલે તો “કૃપાળુદેવ’ Gurantee આપે છે કે એને સમ્યગ્દર્શનનું કારણ ઉત્પન્ન થઈ ગયું છે. સમ્યગ્દર્શનનું એને કારણે ઉત્પન્ન થઈ ગયું છે. ૭૫૧ પત્રમાં એ વાત એમણે નાખી છે. કારણ ગણી પ્રત્યક્ષ' એમ લીધું. કારણ ગણીને પ્રત્યક્ષ કારણ એ તો ગણ્યું છે.
માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.” પોતાને જે રસ્તે જવું છે એ રસ્તે સમય અને શક્તિની જરૂર છે. જે આત્મહિતનો રસ્તો ગ્રહણ કરવો છે એ રસ્તે એને શક્તિની જરૂર છે, એ તૃષ્ણામાં વેડફાઈ નહિ જવી જોઈએ અને સમયની પણ જરૂર છે. એ પણ તૃષ્ણા હશે તો સમય નહિ મળે તો હજાર જાતના કામકાજના લફરા ઊભા થાશે. એ તો ધંધો-વેપાર કરે છે એને ખ્યાલ આવી જાય છે કે કેટલી ઉપાધિમાં સમય નીકળી જાય છે.