________________
૧૦.
ચજહૃદય ભાગ–૧૨ કરવાની પણ જરૂર રહેતી નથી. એ તો વાત અશક્ય જ છે. “બિના નયન પાવે નહિ, બિના નયન કી બાત સેવે સદ્દગુરુકે ચરણ તો પાવે સાક્ષાત્.” ત્યાં પણ એ વાત નાખી છે. અને એ અનાદિ જે અમુકનિમિત્ત-નૈમિત્તિક સંબંધો છે, જે અવિનાભાવી અન્યથા.. મહાચંદજીએ નાખ્યું છે ને? “મહાચંદ નામ છે ને? અમુક કેટલાક સંબંધો એવા છે, કે જે અન્યથા જેની ઉત્પત્તિ નથી થતી, અન્યથા અનુત્પત્તિ રહે છે અને જે અવિનાભાવીરૂપ હોય છે. એમાંનો આ એક સંબંધ છે કે જેને દેશનાલબ્ધિમાં નાખ્યો છે અને જે અહીંયાં “શ્રીમદ્જી પોતે એ વાતને નાખે છે. કે અનાદિ સ્થિત છે. એટલે વસ્તુના સ્વરૂપનું આ એક અંગ છે. આ કોઈ પરાધીન દષ્ટિનો વિષય નથી. વસ્તુના, સ્વાધીન વસ્તુના સ્વરૂપનું આ એક અંગ છે. એમ સમજ્યા વિના એ વાતનો બીજી રીતે મેળ ખાય એવો નથી.
તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશકય છે, એમાં સંશય કેમ હોય ? એ કેવી રીતે શંકા કરવા જેવી વાત છે? એને પોતાને પણ અત્યારે અંતર્મુખ થવાતું નથી, એ સમસ્યાનો જ એ ઊંડો વિચાર કરે. અત્યારે પોતે અંતર્મુખ થઈ શકતો નથી, થતો નથી, થવાની ઇચ્છા છે, થવા યોગ્ય છે એમ જાણ્યું છે, એમ સમજાયું છે. નથી થતો એ એક હકીકત છે. હવે આ સમસ્યાને વિચારે કે જ્યારે અહીં સુધી વાત મારી સમજણમાં આવી છે, કે સ્વરૂપમાં અંતર્મુખ થઈને એકાગ્ર થવા સિવાયત્રણ કાળ ત્રણ લોકમાં બીજો કોઈ મોક્ષનો માર્ગ જ નથી. તો પછી આવી સમજણ આવ્યા પછી હું કેમ અંતર્મુખ થતો નથી ? એનું શું કારણ છે? બસ ! આ સમસ્યા વિચારે તો એને ખ્યાલ આવે, કે આ જે નિશ્ચય છે, આ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને આત્મા પણ પોતે નિશ્ચયસ્વરૂપે છે. નિશ્ચયમાં નિશ્ચયની યોજના જ્ઞાનીઓના હૃદયમાં રહેલી છે. એ એવો રહસ્યભૂત વિષય સદાને માટે હંમેશને માટે રહ્યો છે કે જેનો ઉકેલ એ જ્ઞાનીના સાનિધ્યમાં આવે છે, બીજી રીતે આવતો નથી.
એટલે તો આ “સોભાગભાઈનું દૃષ્ટાંત યાદ આવે છે, કે છેલ્લે છેલ્લે એટલી તૃષામાં આવ્યા. એટલી તૃષામાં આવ્યા. પછી “ઈડર લઈ ગયા. ચાલો, “ઈડર'. મરણપથારીએ પડેલા.... એમાંથી વળી પાછું ગાડું કરીને પહાડ ઉપર જવું પડે. પહાડ ઉપર કેવી રીતે ગયા હશે એ જરા સમજવા જેવો વિષય છે. એને જે કાંઈ રહસ્યભૂત વિષય સમજાવવો હતો, કહેવો હતો એ એમણે ત્યાં કામ કર્યું છે. જેને એમ કહેવાય કે બોધબીજની પ્રાપ્તિ ત્યાં થઈ છે. જેને બીજજ્ઞાન કહેવામાં આવે છે એ બીજજ્ઞાન એમને ત્યાં આપ્યું છે. સમ્યગ્દર્શન એમણે પુરુષાર્થથી લીધું છે. એ મરણપથારીએ પડેલા વૃદ્ધ