________________
૧૯૪
રાજહૃદય ભાગ-૧૨
પણ એવું નથી. એનો યથાયોગ્ય નિર્ધાર થાય, સંપૂર્ણ નિર્ધાર થાય ત્યારે જ પછી આગળમાં વિપર્યાસ થવાની ફરી સ્થિતિ નથી રહેતી.
મુમુક્ષુ :–નિર્ધાર એટલે દઢ નિશ્ચય ?
પૂજ્ય ભાઈશ્રી :– ધ્યેય બાંધ્યું હોય. નિર્ધાર-નિર્ધાર એટલે શું ? ગુજરાતીમાં નિર્ધારનો અર્થ એવો થાય છે, ભાવ એવો આવે છે કે આ કરવું જ છે. એ કરવા ધાર્યું છે કે આ કરવું જ છે. મોક્ષ કરવા ધાર્યું છે. મોક્ષ જ કરવો છે. એ કેમ કેવળજ્ઞાન આ કાળમાં ન હોય એનો અસ્વીકાર કરે છે ? સ્વીકાર નથી કરતા. આ કાળમાં કેવળજ્ઞાન ન હોય એનો સ્વીકાર કેમ નથી કરતા ? આગમવચન છે. કેમકે એ તો પોતે અત્યારે સંપૂર્ણતા લેવા જ માગે છે. એને એ વાત પોતાના ધ્યેયથી અનુકૂળ નથી લાગતી.
મુમુક્ષુ – આગમમાં લખ્યું હશે.
:
પૂજ્ય ભાઈશ્રી :– લખ્યું હશે. કદાચ પાછળથી આવી ગયું હોય, ગમે તેમ હોય, શું કરવા ન હોય ? મારે મારી આત્મશુદ્ધિ કરવી છે એ શું કરવા હું ન કરું ? અને શા માટે હું ન કરું ? કારણ શું ? જે એના વિરુદ્ધ કારણો છે એ તો ભાવો જ છે પોતાના. કોઈ ૫૨૫દાર્થ તો છે નહિ. મારા ભાવમાં ફેર કરવો એ મારો અધિકારનો વિષય છે. એવો પ્રકાર આવે છે. અંદરથી એવો પ્રકાર ઊપજે છે. અથવા તો જે સંપૂર્ણ શુદ્ધિનો નિર્ધાર કરે છે, મોક્ષનો નિર્ધાર કરે છે, એ જીવ પોતાના નિર્ધારિત વિષયને ક્યારેય વિસ્મરણ કરતો નથી. એનું વિસ્મરણ એને નથી. નિર્ધારિત સ્થાને પહોંચવું છે એના ભાનમાં સદાય રહે છે. એટલે યથાતથ્ય અને સંપૂર્ણપણે એ પોતાના લક્ષને, ધ્યેયને અથવા નિર્ધારને વળગીને પ્રવર્તે છે. પછી જેટલી શક્તિ છે એટલો પ્રવર્તે છે, યોગ્યતા છે એટલો પ્રવર્તે છે પણ એને વિસ્મરણ કરીને કે એને ભૂલી જઈને કે એને ત્યાગ કરીને કે એક કો૨ મૂકીને, અદ્ધર ચડાવીને પછી પ્રવર્તવાનો નથી. એવી કોઈ અલૌકિક જાગૃતિ આ નિર્ધાર સાથે સંકળાયેલી છે.
મુમુક્ષુઃ– એ પહેલા નિર્ધારને તપાસતો જાય ?
પૂજ્ય ભાઈશ્રી :– તપાસવાની જરૂર નથી પડતી. એવો નિર્ધાર કર્યો છે કે એને એ પ્રકાર ચાલુ જ રહે છે. પછી મારું ચાલુ છે કે નથી એ પ્રશ્ન નથી. જેમ એક માણસ એક વાહન ચલાવે છે એ કયાંય પહોંચવા માટે ચલાવે છે કે નહિ ? તો જ્યાં એને પહોંચવું છે એ કયા સમયે ભૂલે છે ? ચાલતી ગાડીએ. જ્યારે પોતે ગતિમાન છે કે જ્યાં પહોંચવું છે એ કયારે ભૂલે છે ? એને તપાસવું પડે છે રસ્તામાં કે હું બીજે રસ્તે નથી ચડી ગયો ને ? એ પાકું જ છે. એવી રીતે એની જે પરિણામની ચાલ છે એ એવી સ૨સ રીતે ગોઠવાય