________________
૧૯૩
પત્રાંક-૫૯૭ થઈ ગઈ છે. એ વેદાંતની વાત છોડો, અન્યમતની વાત છોડો.
હવે આપણી પોતાની વાત વિચારવા જેવી છે કે આત્મજ્ઞાન અને મોક્ષ સંબંધી વિચારણા કરવા જતાં કાંઈ વિપર્યાસ રહે છે કે નહિ? આ વાત વિશેષ કરીને વિચારવા જેવી છે. એમ નથી કે આત્મજ્ઞાન અને મોક્ષના લક્ષે આપણે વિચારીએ છીએ માટે વાંધો આવે જ નહિ, માટે ભૂલ પડે જ નહિ અને વિપરીતતા રહે જ નહિ, એવું કાંઈ નથી, એમ કહેવું છે. કેમકે આપણો ઉઘાડ તો અહીંયાં કાંઈ નથી. વેદાંતાદિ દર્શનના તત્ત્વજ્ઞાનના મૂળ નિરૂપકો છે એ તો ઘણા ઉઘાડવાળા હતા. “શંકરાચાર્ય' આદિ તમે જુઓ, વેદવ્યાસ જુઓ, ઘણા ઉઘાડવાળા હતા. શ્વેતાંબરમાં ‘હરિભદ્રાચાર્ય થયા, ઘણા ઉઘાડવાળા હતા. “હરિભદ્રાચાર્યે એમના પોતાના કાળમાં ઘણા દિગંબર આચાર્યોના શાસ્ત્રોની સંસ્કૃતમાં ટીકા કરી છે. પ્રથમવૃત્તિ પ્રકરણ. છે ને? પ્રશમવૃત્તિ પ્રકરણ” નામનું શાસ્ત્ર છે. ભગવાન “માસ્વામીનું છે. જેમણે ‘તત્ત્વાર્થસૂત્ર રચ્યું છે. કદાચ તે બહાર પડ્યું હશે. ટીકા “હરિભદ્રાચાર્યની છે. અને બંને સંપ્રદાયને માન્ય છે. જેમ તત્ત્વાર્થસૂત્ર” બંને સંપ્રદાયને માન્ય છે, એમ પ્રશમવૃત્તિ પ્રકરણમાં પણ માન્ય છે). આચાર્ય પણ માન્ય છે અને એમની કૃતિ પણ માન્ય છે. બંને માન્ય છે. કેમકે એ પ્રારંભનો કાળ હતો. આ વસ્તુ સારી છે તો એની ટીકા વગેરે કરે. માટે વિપર્યાલ ન આવે એવું કાંઈ નથી. આત્મજ્ઞાનનો વિષય હાથમાં લે વિચારણામાં લે કે મોક્ષના લક્ષે વિચાર કરે તોપણવિપર્યાસન જ આવે એવું કાંઈ નથી. એવું સંપૂર્ણ મોક્ષ પ્રત્યે...
વેદાંતાદિદર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી....... હવે એ લક્ષ હોવા છતાં નિર્ધાર નથી એમ કહે છે. ધ્યેય બાંધવું જોઈએ ને? સંપૂર્ણ મોક્ષ એટલે સંપૂર્ણ શુદ્ધિનો નિર્ધાર હોવો જોઈએ. ધ્યેય બાંધવામાં નિર્ધાર' શબ્દનો પ્રયોગ કર્યો છે એ બરાબર છે. જો એ સંપૂર્ણપણે હોય અથવા યથાયોગ્યપણે હોય તો આગળની Line બધી બરાબર ચાલે. નહિતર આગળ જતા વિપરીતતા આવે. કેમકે ક્ષયોપશમમાં તો જણાય છે કે સંપૂર્ણ શુદ્ધિરૂપ જેમોક્ષ છે એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. પણ જણાય એટલે શું? નિર્ધાર કર્યો કે નથી કર્યો ? ધ્યેય બાંધ્યું છે કે નથી બાંધ્યું? કે માત્ર જાણ્યું છે, સમજવા મળ્યું છે ? આ બે વચ્ચે જે અંતર રહી જાય છે એ અંતર હંમેશને માટે કોઈને કોઈ વિપર્યાસને સ્થાન આપે છે. એમ અહીંથી નીકળે છે. અહીંથી એ વાત નીકળે છે.
નહિતર જેનો લક્ષ આત્મજ્ઞાનનો હોય અને સંપૂર્ણ મોક્ષનો હોય અને પછી આગળ બીજી ગડબડ કેમ થવી જોઈએ ? અથવા તો ન થવી જોઈએ, એમ લાગે છે.