SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૯૭ જાય છે. ૧૯૫ મુમુક્ષુઃ–નિર્ધારની ભૂલ તો બાંધનારની ભૂલ છે. વેદાંતદર્શનમાં શું ભૂલ છે ? પૂજ્ય ભાઈશ્રી :- વેદાંતદર્શન એવા જીવોએ નિરૂપણ કર્યું છે એમ કહે છે અહીંયાં. વેદાöદર્શનનું નિરૂપણ જેણે કર્યું છે એમાં આત્મજ્ઞાનનો લક્ષ જોવામાં આવે છે. એમાં સંપૂર્ણ મોક્ષનો લક્ષ જોવામાં આવે છે કે એ લક્ષે વાતો કરી છે. પણ નિર્ધાર કરીને એ વાત કરી હોય એવું અમને દેખાતું નથી એમ કહે છે. એટલે એ તો એમની વાત થઈ. હવે આપણે આપણી વાત વિચારવી છે. એ ચર્ચા ચાલે છે. આત્મજ્ઞાનના લક્ષે આપણે આ શાસ્ત્રો વાંચીએ છીએ ? અને મોક્ષ પામવું છે, આત્મકલ્યાણ કરવું છે, મોક્ષ પામવો છે માટે આ શાસ્ત્રો વાંચીએ છીએ ને ? પણ એ સંપૂર્ણ મોક્ષનો યથાયોગ્ય અને સંપૂર્ણપણે નિર્ધાર ન કર્યો હોય તો આ શાસ્ત્રો વાંચવા છતાં પણ વિપર્યાસની સંભાવના છે. જ્યાં સુધી એ વિપર્યાસ રહે ત્યાં સુધી સ્વાનુભવ થાય નહિ. આમ ગડબડ રહી જાય. એ વિચારવા જેવું છે. બહુભાગ જીવો શું કરે છે ? કે આપણે ક્યાં અન્યમતમાં છીએ ? આમ તો જૈન છીએ. વળી જૈનમાં પણ દિગંબર હોય એ એમ વિચારે કે આપણે કાં અન્યમાં છીએ. આપણે તો મૂળ દિગંબરમાં છીએ. વળી દિગંબરમાં હોય એ પાછા એમ વિચારે કે આપણે ક્યાં સંપ્રદાયમાં છીએ, આપણે તો ‘ગુરુદેવ’ના અનુયાયીઓ છીએ. તો કહે છે, ઊભો રહે. સંપૂર્ણપણે મોક્ષનો યથાયોગ્ય નિર્ધાર ન થાય ત્યાં સુધી અહીંયાં પણ ગડબડ રહેવાની છે, અને રહે છે અને રહી છે. આ પરિસ્થિતિ હોય છે. અહીં સુધી વિચારવું જોઈએ. = મુમુક્ષુ :– સંપૂર્ણ મોક્ષનો નિર્ધાર કરવો બરાબર છે, આ જે આત્મજ્ઞાન ભણી લક્ષ છે એમાં શું પાછી વિશેષતા છે ? પૂજ્ય ભાઈશ્રી :- આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એ વિષયક ચર્ચા છે. એ વિષયક ઉપાયોનું નિરૂપણ છે, કે કેવી રીતે આત્મજ્ઞાન થાય, કેવી રીતે મોક્ષ થાય. એ બધી વાતો એમાં છે. પણ એ વાતોમાં વિપર્યાસો છે એ એમ સૂચવે છે કે આ વિષયનો યથાયોગ્ય નિર્ધાર આ નિરૂપણ કરનારમાં નથી. એ વાત પોતે શોધી છે, સ્પષ્ટ કરી છે. મુમુક્ષુ :– લક્ષ આત્મજ્ઞાનનું એમાં આપણે શું ભૂલ રહી જાય ?પ્રશ્ન એ છે. પૂજ્ય ભાઈશ્રી :– પૂર્ણ શુદ્ધિનો નિર્ધાર એટલે ધ્યેય ન બાંધ્યું હોય એ રહી જાય. = મુમુક્ષુ :– એ તો આવી ગયું પણ હવે લક્ષ આત્મજ્ઞાનનું.... =
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy