________________
૧૮૪
રાજહૃદય ભાગ-૧૨ કોઈ આવે એવું નથી. એ સંપૂર્ણ વીતરાગ થયા છે અથવા નિર્દોષ થયા છે. પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે એ ક્યાંથી નક્કી કર્યું તમેકેજિન છે એ સંપૂર્ણ વીતરાગ થયા છે?કેમકે એમના વચનો સંપૂર્ણ વીતરાગતા પ્રત્યે દોરી જાય છે. પ્રારંભનો પણ એ સિદ્ધાંત છે અને આદિ-મધ્ય-અંતમાં એ સંપૂર્ણ નિર્દોષતા પ્રત્યે લઈ જવાની જ એમની સિદ્ધાંતની સંકલના છે. જે કોઈ સંકલિત વાત છે એની અંદર પહેલેથી છેલ્લે સુધી, આદિ-મધ્ય-અંતમાં સંપૂર્ણ શુદ્ધ થવું અને સંપૂર્ણ નિર્દોષ થવું એ એક જ વાત જોવામાં આવે છે. માટે એમ લાગે છે કે તે સંપૂર્ણ વીતરાગ અને સંપૂર્ણ નિર્દોષ થઈ ગયા છે.
પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે જે કોઈ પુરુષને કેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. જેટલી નિર્દોષતા એટલું એનું પ્રમાણપણું, સ્વીકારવાપણું. એટલે કે દોષને ક્યાંય સ્વીકાર્યો નથી. જેનદર્શને દોષને
ક્યાંય સ્વીકાર્યો નથી. નિર્દોષતાને સ્વીકારી છે. નિર્દોષતાનું દર્શન છે. નિર્દોષતા પ્રાપ્ત કરેલાએ તે પ્રરૂપ્યું છે, તે ચલાવ્યું છે, એમનો માર્ગ છે. એટલે તો જિનમાર્ગ કહેવામાં આવે છે.
મુમુક્ષુ – આમાં જરા સમજાતું નથી. જેટલા અંશે વીતરાગતા તેટલું વચનમાં નથી આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી – હા. એટલે શું છે? કે અહીંયાં સિદ્ધાંત એમ લેવો છે. અહીંયાં જેટલી પવિત્રતા અને નિર્દોષતા પ્રગટી છે એટલું એમનું માન્ય કરવું. હવે આમાં શું છે સમ્યફ મિથ્યાત્વનો વિષય નથી લેવો. કેમકે વેદાંતની સાથે તુલના કરવી છે ને ? એ વિષય નથી લેવો. આપણે જે દૃષ્ટિકોણથી વિચારીએ છીએ એ વિષય નથી લેવો વિષય શું લીધો છે? કે અન્ય સંપ્રદાયોમાં પણ મોટા મોટા નામી-અનામી સંતો-મહાત્માઓ થઈ ગયા છે. જેવી આપણે ત્યાં તીર્થંકરદેવની, આચાર્યોની જે માન્યતા છે અને Prestige છે બહુમાન પ્રમાણે, બહુમાનથી ગણીએ તો, એવી જ દરેક ધર્મમતોમાં પોતપોતાની હોય છે. વેદાંતની અંદર “વ્યાસજી' થયા. મહાજ્ઞાની થયા એમ ગણાય, એ લોકોને વિષે. હવે જ્ઞાન છે એમાં ઘણી વાતો મળતી આવે છે. એના શાસ્ત્રો તમે જુઓ. “ગીતા” વાંચો, બીજું-ત્રીજું. એમાં વીતરાગતાની વાતો, સ્વરૂપલીનતાની વાતો, અનુભૂતિની વાતો, અધ્યાત્મમાં આત્મામાં લીન થવાની વાતો. બધી વાત છે. તો શા માટે એમના વચનો ન માનવા? પ્રશ્ન એ ઊભો થાય કે એમના વચનો શા માટે ન માનવા? એ પણ વીતરાગતાની વાત કરે છે, એ પણ અનુભૂતિની વાત કરે છે, એ પણ સ્વરૂપમાં લીન થઈ જવાની વાત કરે છે. ચોખ્ખી વાત આવે છે. એમના વચનો શા માટે માન્ય ન