________________
૧૮૩
પત્રાંક-૫૯૬ ઠંડો દેશ રહ્યો. અનાજની વાનગીઓ બનતી નથી. બને છે તો એની અંદર ઇંડાના રસ અને બીજું ને ત્રીજું હોય જ. વર્ષો પહેલા એ લોકો તો થઈ ગયા છે. ત્યાં તો બીજું કાંઈ હોય નહિ. ખાણી-પીણીનો જેને ખ્યાલ નથી એ હવે બીજું આપણને શું તત્ત્વજ્ઞાન સીંચે? પ્રશ્ન જ નથી.
સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે એ એક ભાઈએ લખાવેલા છે. (એક) બેન સાથે ચર્ચા થઈ હતીને. ઘણી કરી હતી. તો કહે આ ભાઈએ લખાવેલા છે. એમને પોતાને એટલો ખ્યાલ નથી.
મુમુક્ષુ-ક્યા ગામ? - પૂજ્ય ભાઈશ્રી વડવા “શ્રીમદ્જીનો આશ્રમ છે ને ? એમાં દરવાજા ઉપર મોટી દિવાલ ઉપર મોટા મોટા અક્ષરે લખેલા છે). છે બધા ઉપદેશ વચનો પણ નીચે આ વચન કોણે કહ્યું એનું નામ લખ્યું હોયને? એમાં આ અબ્રાહમ લિંકન અને બીજા-ત્રીજા ઘણા અજાણ્યા તત્ત્વચિંતકો છે. એક મુસલમાન છે. આ અબ્રાહમ લિંકન યહુદી કે એવા જ કોઈ છે, કોઈ ક્રિશ્ચયન છે, કોઈ મુસલમાન છે. એવા લોકોના વચન પણ લખ્યા છે.
શ્રીમદ્જી'નો શું સરવાળો છે ? કે કોઈના વચનો કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન દેવું ઘટે. કેમકે એ સંપૂર્ણ નિર્દોષ થયા છે. પરિપૂર્ણ પવિત્ર દશાને એ પ્રાપ્ત થયા અને એ દશાના આધારે વચનવ્યવહાર કર્યો. વચનની પૂર્વ ભૂમિકા અથવા પશ્ચાત્ ભૂમિકા-Background જેને આપણે કહીએ છીએ, એ શું છે ? આ વિચારવું જરૂરી છે. માત્ર વચનથી આકર્ષિત થવું જરૂરી નથી પણ કઈ ભૂમિકાથી, કઈ પશ્ચાત્ ભૂમિકામાંથી એ વચન ઊપજ્યા છે? એ પહેલું વિચારવું ઘટે છે.
કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ...” એટલે સિદ્ધાંત “ઘટે છે. જ્યાં સંપૂર્ણ નિર્દોષતા હોય ત્યાં સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થયો હોય અને એ જ કહેતે સંપૂર્ણ નિર્દોષ હોય. એના વચનમાં શંકા પડે નહિ. નહિતર અહીંયાં એક વાત સારી કરે અને વળી બીજી વાત પાછી ગોથું મારે એવી કરે. કેવી રીતે વિશ્વાસ મૂકવો વિશ્વાસ કેવી રીતે મૂકવો? એક વાત તો બહુ સારી લાગે અને બીજી વાતમાં પછી ક્યાં ભૂલ થાય? ન કહેનારને ખબર રહે, ન સાંભળનારને ખબર રહે. સાંભળનારે તો પહેલી સારી વાત ઉપર વિશ્વાસ મૂકી દીધો. આ પરિસ્થિતિ ઊભી થાય છે.
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. આ વિશ્વની અંદર જેટલા કોઈ નિર્દોષ અથવા ધર્માત્માઓ અથવા સંતો થયા, એમાં જિન વીતરાગની સાથે