________________
૧૮૨
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૫૯૬
મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.
પ૯૬. “સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. પૂર્ણતા ઉપર કેટલું વજન છે ! ભલે જગતના ગમે તે મતોએ ગમે તે વચનો કહ્યા હોય પણ પોતે એ બધાનો સરવાળો મારીને કહે છે કે “સર્વ કરતાં.” જગતના સર્વ અભિપ્રાયો કરતાં, સર્વ ઉપદેશો કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે.'
મુમુક્ષુ -આખું જૈનદર્શન આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી – જૈનદર્શન અને જિન વીતરાગ ઉપર વિશ્વાસ કેટલો છે ! વડવામાં દિવાલ ઉપર વચનો લખ્યા છે ને?
મુમુક્ષુ –અબ્રાહમ લિંકનના..
પૂજ્ય ભાઈશ્રી – અબ્રાહમ લિંકનના અને બીજા કોઈ પરદેશી તત્ત્વચિંતકો.જે થયા ને એના પણ વચનો લખ્યા છે. હવે, જુઓ! “શ્રીમદ્જી' કહે છે? “સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. જ્યારે વચન જલખવા છે તો પછી વીતરાગના જ વચન લખીએ ને. અબ્રાહમ લિંકનનું શું કામ છે ? એને તો ખાવાનો પણ વિવેક નહોતો કે શું ખાય છે. ત્યાં તો માંસાહાર ઘણો છે. એ લોકોને તો ખાણી-પીણીનો કોઈ વિવેક હોતો નથી. ભલે તત્ત્વજ્ઞાની હોય પણ ખાય શું બિચારા ?