________________
પત્રાંક-પ૯૬,
૧૮૫ કરવા?
ત્યારે એમણે અહીંયાં એક લાઈનદોરી દીધી કે વીતરાગતા પ્રાપ્ત કરી હતી? અને પ્રાપ્ત કરી હતી તો કેટલા અંશે વીતરાગતા પ્રાપ્ત કરી હતી ? દરેક સંપ્રદાયની અંદર પોતાના દેવ છે એ આદર્શના સ્થાન છે. આદર્શ એટલે શું? જે ધ્યેય પોતે પહોંચવા ધારે છે અને આદર્શ કહેવાય. જેમકે આપણે જિન વીતરાગની મૂર્તિ સ્થાપીએ છીએ. પછી નામ ભલે આપીએ છીએ તે તે વ્યક્તિ નજીકના ભવિષ્યમાં ઈતિહાસમાં થઈ ગયા છે માટે. બાકી તો અનંત કાળમાં એવા અનંતા થયા પણ આપણે સમુચ્ચયપણે લઈએ તો એ ધ્યેય છે, એક આદર્શ છે. આવા થવું જોઈએ. ત્યારે એ દેવની જે સ્થાપના છે, કોઈપણ અન્યમતમાં જે દેવની સ્થાપના છે એમાં વીતરાગી દેવની સ્થાપના નહિ હોય. કહેવાતા જૈનદર્શનમાં નથી તો બીજે ક્યાં ગોતવા જાશો? જૈનના નામે બીજા સંપ્રદાય શરૂ થયા એમાં નથી રહ્યું તો બીજે તો તમે ક્યાં ગોતવા જાશો?
કહે છે, કે એ ગમે તેવી ડાહી ડાહી આત્માને નિર્દોષ થવાની, આત્મામાં લીન થવાની, આત્માનો અનુભવ કરાવવાની, બધી ગમે તેવી વાતો કરતા હોય પણ આ વાસિદામાં સાંબેલુ ગયું. વાસિદામાં સાવરણીની સળી ભેગી ભેગી ભળી જાય બીજી વાત છે પણ સાંબેલું કેમ જાય? સાવરણી વઈ જાય તો પણ સાંબેલુ ખસે નહિ. આવી મોટી ગડબડ છે. માટે વીતરાગતાનું શું? એમ કહે છે. જેનું એ ધ્યેય નથી, જેનો એ આદર્શ નથી એને અંશે પણ વીતરાગતા પ્રાપ્ત ન હોય. ઉઘાડ હોય અને ઉઘાડમાં ઘણું વાંચ્યું હોય, સાંભળ્યું હોય,વિચાર્યું હોય અને કહી શકે પણ મૂળમાં સિદ્ધાંતિક રીતે વાત એ છે કે એનો આદર્શ જ વીતરાગતાનો નથી. એણે વીતરાગતા પ્રાપ્ત કરી નથી. એ કેવી રીતે ઉપદેશ કરશે ? એના વચન ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકશો?
દુમનના રાજની અંદર જાસુસ લોકો પહોંચી જાય છે. એ ભૂલેચૂકે એના કાયદાનો ભંગ ન કરે. જે જાસુસ તરીકે દુશમનના રાજ્યમાં પહોંચી ગયા હોય એ ભૂલેચૂકે પણ કાયદાનો ભંગ ન કરે. પહેલા બધા કાયદાનો અભ્યાસ કરી લ્ય પછી એની અંદર એની Entry થાય. એ પહેલા અંદર પ્રવેશ ન કરે. પહેલા બધો અભ્યાસ થઈ જાય પછી પ્રવેશ કરે. કેમકે એ પકડાય તો બધું પકડાય જાય. એટલે જે દેશમાં દાખલ થયો હોય એ દેશમાં કાયદેસર રીતે એટલો બધો અનુકૂળ વર્તે, પણ એનો આશય શું છે? એનો ધ્યેય શું છે? કે આ રાજને ખતમ કરવું. આ એનું ધ્યેય છે. એ ગમે એટલી અનુકૂળતાએ વર્તે છે એના ઉપર વિશ્વાસ મૂકવો કે ન મૂકવો? મૂકાય કે ન