________________
પત્રાંક-૫૯૦
૧૧૭
કહ્યો છે. ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું અવિરતિ છે માટે ચારિત્ર નથી થયું એમ નથી. સ્વરૂપસ્થિરતા વિના શુદ્ધોપયોગ કહેવો કોને ? શુદ્ધોપયોગનો અર્થ જ એ છે કે શુદ્ધ સ્વરૂપમાં સ્થિ૨ થયો ઉપયોગ એનું નામ શુદ્ધોપયોગ છે. એ વિનાનું જ્ઞાન અફળ છે. એટલે ગમે તેટલી જ્ઞાનપ્રાપ્તિ થઈ હોય અથવા જ્ઞાન ગમે તેવું દેખાતું હોય, કોઈનું પણ, પોતાનું કે કોઈનું પણ સ્વરૂપસ્થિરતા એને ન થઈ હોય તો એ જ્ઞાન સફળ નથી પણ એ જ્ઞાન અફળ છે. એ જ્ઞાનની કોઈ કિંમત નથી એમ કહી દીધું.
આ તો જીવને વ્યામોહ થાય છે ને ? કોઈનો ક્ષયોપશમ જોઈને જીવ ભ્રાંતિમાં પડે છે કે આને જ્ઞાન ઘણું લાગે છે. કોઈની વાણી જોઈને ભ્રાંતિમાં પડે છે કે બહુ સરસ સમજાવે છે. બહુ સારું વ્યાખ્યાન આપે છે, સારું પ્રવચન આપે છે અને બહુ સરસ જ્ઞાન છે. તો કહે છે, પણ સ્વરૂપસ્થિરતા થઈ છે ? એમ કહે છે. સ્વરૂપાનુભવમાં એકેય વા૨ અંદરમાં આવી ગયો ? નહિતર એ જ્ઞાન તે આત્મજ્ઞાન નથી. એવું શાસ્ત્રજ્ઞાન તે ખરેખર આત્મજ્ઞાન નથી. અને એ જ્ઞાનનું કાંઈ સફળપણું પણ નથી. એ જ્ઞાન શાંતિ લઈને નહિ આવે એમ કહે છે. જ્ઞાનની સફળતા શું ? કે જે આત્માના આનંદને અને શાંતિને ઉત્પન્ન કરે તે જ્ઞાન સફળ છે. જો એ શાંતિ અને આનંદને ઉત્પન્ન ન કરે તો એ જ્ઞાન સફળ નથી. પ્રયોજન તો એ છે.
...་
સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફ્ળ છે,' પોતાને માટે જ્યારે કોઈને વિચારવાનું છે, મુમુક્ષુને તો પોતાને માટે વિચારવાનું છે તો એને એ વિચારવાનું છે કે મને ચારિત્ર પરિણામરૂપ સ્વભાવની સ્વસ્થતા આવે ત્યારે મારા જ્ઞાનની સફળતા માટે સમજવાની છે. એ પહેલા ભલે ગમે તેટલું જ્ઞાન મેળવવામાં આવે, સાંભળીને, વાંચીને, ચર્ચા કરીને, વિચારીને, પણ એ જ્ઞાનની કોઈ સફળતા નથી. એટલે ગમે તેટલો ક્ષયોપશમ વધશે પણ અહંપણું નહિ આવે. આ જ્ઞાન નિષ્ફળ છે. હજી આ જ્ઞાનની સફળતા નથી. એમ એને આંક મૂકી દેવાનો છે.
એવો જિનનો અભિમત...' છે. એ જિનેન્દ્ર ભગવાનનો આ મત છે, અભિપ્રાય છે. અને તે કોઈ કાળે પણ બાધા ન પામે એટલો સત્ય છે. પરમસત્ય છે એટલે અવ્યાબાધ સત્ય છે.’ ચોથા આરામાં આમ અને પાંચમાં આરામાં આમ, એવું પણ કાંઈ નથી. કોઈ કાળમાં કે ક્ષેત્રમાં-મહાવિદેહક્ષેત્રમાં આમ અને અહીંયાં અત્યારે આમ એવું કાંઈ નથી. ત્રણે કાળે બધા માટે એક જ સિદ્ધાંત છે, એક જ વાત છે. બીજી કોઈ વાત બીજાને માટે નથી. અથવા આ સિદ્ધાંત કચાંય બાધા પામતો નથી. એમ કહેવું છે.
આ લોકો તો વાત કરે છે-વેદાંતમાં તો એમ કહે, અમને તો અનુભૂતિ છે.