________________
૧૧૬
રાજહૃદય ભાગ-૧૨ ૫૯૦મો પત્ર છે ધારશીભાઈ કુશળચંદ, મોરબી.”
ચારિત્ર (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું–દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. ચારિત્રના કૌંસમાં લખ્યું છે કે (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું.” સમવસ્થાન થવું એટલે સમ્યફ પ્રકારે અવસ્થિત થવું. અવસ્થિત થવું એટલે સ્વરૂપમાં સ્થિત થવું. સમ્યફ પ્રકારે સ્વરૂપમાં સ્થિત થવું. શ્રી જિનના અભિપ્રાયમાં જે આત્મસ્વરૂપ છે, જે પરમાત્મસ્વરૂપ છે એવા પોતાના નિજ પરમાત્મસ્વરૂપમાં અંતર્મુખ થઈને સ્થિર થવું એને ચારિત્રદશા કહેવામાં આવે છે.
એ “દશા સંબંધી અનપેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન થાય છે. એ દશા સંબંધી અનપેક્ષા કરવાથી. અનુપ્રેક્ષામાં ભાવના છે. અને ભાવનામાં તથારૂપ પુરુષાર્થનો અંશ છે. પુરુષાર્થ સંબંધી પ્રયત્ન છે એટલે એને સંક્ષેપમાં અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. આ બારસ અણુવેખા છે ને? ભગવાન કુંદકુંદાચાર્યનું. હમણાં આપણે વીતરાગ ટ્રસ્ટમાંથી પ્રકાશિત કર્યું. બાર ભાવના. એ બાર ભાવનાના વિષયમાં મુનિઓ પણ આ બાર ભાવનાને ભાવે છે. એ અનુપ્રેક્ષા છે એટલે વારંવાર ભાવવા યોગ્ય છે. એ બાર પ્રકારે સ્વરૂપની ભાવના ભાવવામાં આવે છે, એમ કહે છે. સ્વરૂપ એક પ્રકારે છે. ભાવના એની બાર પ્રકારે કહેવામાં આવે છે. જેને લઈને જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. સ્વરૂપમાં સ્થિર થવાની યોગ્યતા આવે છે.
“તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. ત્રણે કાળે અવ્યાબાધ સત્ય છે. શું કહે છે કે લોકો એમ સમજી બેસે છે કે શાસ્ત્રની સમજણ કરી માટે જ્ઞાન થયું. પહેલા શાસ્ત્રની વાત નહોતી સમજાતી ત્યારે જ્ઞાન નહોતું થયું. હવે સમજાય છે માટે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો કહે છે, નહિ. અહીંયાં જ્ઞાનની વ્યાખ્યા બીજી છે. ભગવાનના મત પ્રમાણે જ્ઞાનની વ્યાખ્યા બીજી છે. ભગવાનનો મત એવો છે કે, “ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા....” સ્વસ્થતા કોને કહી ? કે જે આત્માનો ચારિત્રગુણ છે એ સ્વભાવરૂપ પરિણમે અને જે પરિણામને કારણે સ્વભાવમાં સ્થિરતા ઉત્પન્ન થાય. એવું જ્યાં સુધી ઉત્પન્ન થાય ત્યાં સુધી જ્ઞાન અફળ કહ્યું છે, જ્ઞાન સફળ કહ્યું નથી. જુઓ! આ બધા ધારણા જ્ઞાન અને બધા જ્ઞાનને ઉડાવ્યું.
જ્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે ત્યારે જ સમ્યકજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે જ સમ્યક્રચારિત્ર ઉત્પન થાય છે. એટલે જ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ