________________
૧૧૫
પત્રક-૫૯૦ ભેટમાં બાંધવા છે.
એમ સિદ્ધાંત શાસ્ત્ર છે એ ઉપદેશ માટેનું એક ઉચ્ચ કોટીનું અંગ છે. સિદ્ધાંતબોધ જ્ઞાન પ્રાપ્તિનું એક ઉચ્ચ કોટીનું અંગ છે. પણ તેને યોગ્ય થયા વિના એ નફો કરવાને બદલે નુકસાન વધારે કરે છે. એ વાત બધા સપુરુષોએ અને શાસ્ત્રોએ સાવધાની રાખવા માટે જરા ભારદઈને કરેલી વાત છે.
મુમુક્ષુ – સમાગમ અને પાછી ઉપાસના. એટલે કાંઈક..?
પૂજ્ય ભાઈશ્રી :- સમાગમ તો શું ક્યારેક સાંભળવા જાય અને મેં બરાબર સાંભળ્યું છે, મને ખબર છે. એમ નહિ. અત્યંત ભક્તિથી એમના ચરણની ઉપાસના જેને કહેવામાં આવે છે એટલે સારી રીતે જ્ઞાની પુરુષનું પડખું સેવ્યું હોય, ભક્તિથી, અત્યંત ભક્તિથી, ત્યારે એ વિષય એને સમજાય એવો છે. એવો ગંભીર વિષય છે.
મુમુક્ષુ - જ્ઞાનીની ભક્તિ કોને કહેવી? પૂજ્ય ભાઈશ્રી - જ્ઞાનીની ભક્તિ જ્ઞાનીને ઓળખીને બહુમાન કરે તેને કહેવાય. જ્ઞાની પુરુષને ઓળખી, એની અંતર પરિણતિ સુધી પહોંચી અને એના પ્રત્યે બહુમાન આવે. કેવું બહુમાન આવે? પરમાત્મા જેવું બહુમાન આવે. પરમેશ્વર જેવું બહુમાન આવે ત્યારે એણે જ્ઞાનીની ભક્તિ કરી કહેવાય. એ જ્ઞાનીની ભક્તિ છે.
એ પણ લલ્લુજીને માર્ગદર્શન આપ્યું છે. બંને પત્રોની અંદર.
પત્રાંક-૫૯૦
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ૧૯૫૧ ચારિત્ર (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું)-દશા સંબંધી અનપેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમતતે અવ્યાબાધ સત્ય છે.
તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિયોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે, અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી. બાકી કંઈ જણાવવા વિષે તો ચિત્તમાં ઘણીવાર રહે છે. પ્રસંગોપાત્ત કંઈ વિચાર લખો તેમાં અડચણ નથી. એ જવિનંતી.