________________
૧૧૮
રાજહૃદય ભાગ-૧૨ અનુભૂતિ અમને થાય છે. ત્યાં સુધી વાત (કરે છે). એ કહે છે માટે છે એમ નથી. સ્વરૂપસ્થિરતા એ સ્વરૂપસ્થિરતા છે અને મંદ કષાયની શાંતિ તે મંદ કષાયની શાંતિ છે. સ્વરૂપસ્થિરતામાં તો મંદ કષાયની શાંતિથી પણ ભિન્ન પડે છે અથવા એ શાંતિ અશાંતિરૂપે અનુભવમાં આવે છે. એ જાત કોઈ જુદી છે. અને જે સાથે લઈ લે છે અને બીજી કોઈ એને મંદ કષાયના ભાવની, મંદ કષાયના રાગની ભિન્નતા ઊભી થતી નથી, એ શાંતિ સાચી શાંતિ નથી.
તે સંબંધી અનુપ્રેક્ષા ઘણીવાર રહ્યા છતાં...' હવે પોતાની વાત કરે છે. હવે ધારશીભાઈ’ને પોતાની વાત લખે છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણીવાર રહ્યા છતાં... કેમકે પોતાને હવે ચારિત્ર ઉપર જાવું છે ને ? સ્વરૂપસ્થિરતામાં વિશેષ જાવું છે. એટલે તે સંબંધી અનુપ્રેક્ષા ઘણીવાર રહ્યા છતાં...’ એટલે ચારિત્ર સંબંધીની ભાવના. ભાવના એટલે એકલા વિકલ્પ નહિ પણ સ્થિરતાના પુરુષાર્થ સાથેની ભાવના ઘણીવાર રહ્યાં છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિયોગ... ચંચળ પરિણતિનું કારણ એવો જે પોતાનો વ્યવસાય અને વ્યાપાર. ‘ઉપાધિયોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે,...' એ વ્યવસાયના નિમિત્તે અમારા પરિણામ ચંચળતાને પામે છે. સ્વરૂપસ્થિરતા જેટલી જોઈએ એટલી આવતી નથી. જેટલું જોઈએ એટલું સ્થિરતામાં રહેવાતું નથી એનો ખેદ રહે છે. અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી.’ અને એ ખેદના પરિણામને કારણે વળી વધારે શિથિલતા આવે છે. એ પણ એક વિકલ્પ છે. એના પરિણામે તમને જે કાંઈ પારમાર્થિક વિષય જણાવવો જોઈએ તે હું જણાવી શકતો નથી, લખી શકતો નથી. જુઓ ! કાં Line લાગી જાય છે કુદરતી ? નુકસાન બીજાને થાય છે. પોતાને થાય છે તો સાથે બીજાને પણ થાય છે.
એમની લાઈન એવી હતી કે જ્યારે એમના પોતાના પરિણામ વિશેષ પરમાર્થ વિષયમાં આવિર્ભૂત થયા હોય ત્યારે જ આ પારમાર્થિક વાત કોઈને કહેવી અથવા લખવી. નહિતર તે વિષયને ચર્ચા માટે લખાણમાં મૂકવો નહિ, લેવો નહિ. એમની કામ કરવાની આ પદ્ધતિ હતી. બીજાની સાથે પારમાર્થિક વિષય છેડવામાં આ એમની એક મર્યાદા હતી. એ વાત આગળ ગઈકાલના વાંચનમાં આપણે ૫૮૬ પત્રમાં એ વાત આવી ગઈ.
બાકી કંઈ જણાવવા વિષે તો ચિત્તમાં ઘણી વાર રહે છે.’ જણાવવા જેવું અને જણાવવા વિષે તો ચિત્તમાં ઘણી વાર રહે છે. જે જે પાત્ર જીવો છે એમના સમાગમમાં