________________
પંચાસ્તિકાય
૭૯
વિવેચન : જે જીવ અજ્ઞાન વડે એમ માને કે શુદ્ધ એવા અદ્વૈતાની ભક્તિથી જ દુઃખક્ષયરૂપ મેક્ષ થાય છે, તા તે જીવ પરસમયમાં રક્ત થાય છે.
अरहंत सिद्धचेदियपवयणगणणाणभत्तिसंपण्णो । बंधदि पुण्णं बहुसो ण दु सो कम्मक्खयं कुणदि ॥ १६६ ॥ अर्हत्सिद्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः ।
बध्नाति पुण्यं बहुशो न तु स कर्मक्षयं करोति ॥ १६६ ॥ અર્થ : અદ્વૈતસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વે કર્મના ક્ષય કરતા નથી.
વિવેચન : આત્મામાં લીન થયા વિના કર્મક્ષય ન થાય. રામચંદ્રજી જ્યારે લંકા પર ચઢાઈ કરીને આવ્યા ત્યારે રાવણુ બહુરૂપી વિદ્યા સાધવા શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ગયા અને ત્યાં પદ્માસન વાળીને તે પર માતીના સાથિયા કરીને ધ્યાનમાં બેઠે. તેની ખબર હનુમાન આદિને પડી. પછી તેઓ વિશ્ન કરવા આવ્યાં. ઘણાં વિજ્ઞો કર્યાં. મંદોદરીને માયાથી મતાવીને કહ્યું કે આ તમારી મંદેદરીને હરી જાઉં છું. તા પણ રાવણુ ધ્યાનથી લેશ માત્ર ચળ્યા નહીં. આટલું ધ્યાન કર્યું પણ એ નિર્જરા અર્થે ન કર્યું. બીજી વસ્તુની ઇચ્છા હતી. પદ્મપુરાણમાં આચાર્ય કહે છે કે આટલું જો રાવણે માક્ષને અર્થે કર્યું હાત તા માક્ષ થાત. વસ્તુની ઇચ્છા છે ત્યાં આર્તધ્યાન છે.
जस्स हिदयेणुमत्तं वा परदव्वहि विज्जदे रागो । सोण विजाणदि समयं सगस्स सव्वागमधरोवि ॥ १६७॥