________________
૭૮
પંચાસ્તિકાય
વિવેચન : સમ્યગ્દર્શન આદિનું સ્વરૂપ જાણ જીવ સમાધાન પામે છે. આત્મભાવમાં રહે તે સમાધિ છે શમસંવેગાદિ ગુણે પણ સમ્યગ્દર્શન વિના બેજારૂપ છે, સમ્યગ્દર્શન સહિત રત્નરૂપ છે. “સમ્યફ શબ્દ સાંભળતાં જ આત્માને રોમાંચ થાય તેને સમ્યગ્દર્શન થાય એમ દેવચંદ્રજી કહે છે. સાચી વસ્તુ જેમ છે, તેમ ભગવાને કહી છે, તે ભવ્યથી મનાય છે, અભવ્યથી મનાતી નથી. તૈક્ષorrળવત્તાન મોકરવમળો.ત્તિ વિદ્રવાળિ . साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ॥१६४।। दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि । सधुभिरिदं भणितं तैस्तु बन्धो वा मोक्षो वा ॥१६४।।
અર્થ : દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ “મોક્ષમાર્ગ છે, તેની સેવાથી “મેક્ષ” પ્રાપ્ત થાય છે, અને (અમુક હેતુથી) “બંધ” થાય છે એમ મુનિઓએ કહ્યું છે.
વિવેચનઃ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મેક્ષમાર્ગ છે. રાગદ્વેષ હોય ત્યાં સુધી બંધનું કારણ છે. સમ્યગ્દર્શન આદિ સહિત શ્રેણીમાં વર્તતાં છતાં ત્યાં પણ બંધ થાય છે. જ્યાં સુધી શુભાશુભ ભાવ છે ત્યાં સુધી કર્મક્ષય ન થાય, પુણ્ય બંધાય છે. પરવસ્તુને સંગ છે તે બંધનું કારણ છે. अण्णाणादो णाणी जदि मण्णादि सुद्धसंपओगादो। हवदित्ति दुक्खमोक्ख परसमयरदो हवदि जीवो ॥१६५॥
अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसंप्रयोगात् । भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ।।१६५।।