________________
પંચાસ્તિકાય
निश्चयनयेन भणितस्त्रिभिस्तैः समाहितः खलु यः आत्मा। न करोति किंचिदप्यन्यं न मुञ्चति स मोक्षमार्ग इति ॥१६१।।
અર્થ : તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતું નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં “નિશ્ચય-મેક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે.
વિવેચન : વ્યવહાર રતત્રયને આધારે આત્મામાં સ્થિરતા કરે ત્યાં નિશ્ચયમેક્ષમાર્ગ છે. जो चरदि णादि पिच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं । सो चारितं गाणं दसणमिदि णिच्चिदो होदि ॥१६२॥ यश्चरति जानाति पश्यति आत्मानमात्मनानन्यमयं । स चारित्रं ज्ञानं दर्शनमिति निश्चितो भवति ॥१६२॥
અર્થ જે આત્મા આત્મસ્વભાવમય એવા જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
વિવેચનઃ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિ બધા ગુણે આત્મામાં રહે છે, બહાર નથી. जेण विजाणादि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि । इदि तं जाणदि भविओ अभव्वसत्तो ण सद्दहदि ॥१६३।। येन विजानाति सर्व पश्यति स तेन सौख्यमनुभवति । इति तज्जानाति भव्योऽभव्यसत्त्वो न श्रद्धते ॥१६३॥
અર્થ : જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવેની પ્રતીતિ ભવ્યને થાય છે, અભયને થતી નથી.