________________
૭૬
પંચાસ્તિકાય અર્થ : પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે.
પિતાના સ્વરૂપમાં પોતાના ગુણપર્યાયને અનુભવ કરે તે જ સ્વસમય, સ્વચારિત્ર, સંયમ, તપ, ધ્યાન બધું એક છે. સ્વચારિત્રમાં આવવા નિશ્ચયનયની પ્રધાનતા કરવી પડે, વ્યવહારનય ગૌણ કરે પડે. “સર્વ જીવ છે સિદ્ધસમ” એ દ્રષ્ટિથી જુએ તે કેના પર રાગ અને તેના પર દ્વેષ? હું શુદ્ધ છું. પરને જોવાનું બંધ કરે તે પિતામાં સ્થિર થાય. સ્વસમય તે જ મેક્ષમાર્ગ છે.
धम्मादीसदहणं सम्मत्तं णाणमंगपुन्वगदं ।। चिट्ठा तवंहि चरिया ववहारो मोक्खमग्गोत्ति ॥१६०॥ धर्मादिश्रद्धानं सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतं । चेष्टा तपसि चर्या व्यवहारो मोक्षमार्ग इति ॥१६०।।
અર્થઃ ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યકૃત્વ, બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે “વ્યવહાર–મેક્ષમાર્ગ છે.
વિવેચન : વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” જે વ્યવહારથી નિશ્ચયમાં પહોંચાય તે ખરે વ્યવહાર છે. વ્યવહાર સાચો હોય પરંતુ તે દ્વારા હેતુ સધાય તે સફળ, નહીં તે નિષ્ફળ કહેવાય. વ્યવહાર સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર મનવચનકાયાની પ્રવૃત્તિને આધીન છે, સાધન છે. સાધ્ય નિશ્ચયમેક્ષમાર્ગ છે. णिच्चयणयेण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा। ण कुणदि किंचिवि अण्णं ण मुयदि सो मोक्खमग्गोत्ति ।१६१॥