________________
પંચાસ્તિકાય
નહીં. એવા દયાના ઉપદેશથી ખીજા જીવાને દુઃખ ન થાય. મહાપુરુષો થાય છે તે જગતને કલ્યાણકારી હાય છે. સારાં નિમિત્તથી જીવને કલ્યાણ થાય છે. એમણે ભવના બીજને આત્યંતિક નાશ કર્યાં છે. ભગવાનનાં દર્શન કરીને એમનાં ગુણામાં વૃત્તિ રાખવાની છે. ભગવાનનાં અનંત ગુણા છે. પેાતાનું માન દૂર કરવા નમસ્કાર કરવાના છે.
૨
समणमुहुग्गदम चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमियं सुणह वोच्छामि ॥ २ ॥
श्रमण मुखोद्गतार्थं चतुर्गतिनिवारणं सनिर्वाणं । एष प्रणम्य शिरसा समयमिमं शृणुत वक्ष्यामि ॥२॥ અર્થ : સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણુ કરો.
વિવેચન : ભગવાને અનંત કૃપા કરીને જે વાણી વરસાવી તે જેટલી આપણી પાસે આવી તેટલું આગમ કહેવાય. જીવની પાસે મૂડી પ્રેમની છે. “ પર પ્રેમપ્રવાહ મઢે પ્રભુસ સબ આગમભેદ સુઉર ખસે.” પ્રેમ ભગવાન ઉપર થાય તા આગમનું રહસ્ય આવીને હૃદયમાં વસી જાય. ભગવાનમાં શું છે તે બધું ખખર પડે. આગમની ઉત્પત્તિ કેવળજ્ઞાનથી થઈ છે. પંચાસ્તિકાય એ દ્રવ્યાનુયાગ છે. એ સાંભળી કલ્યાણ કરવું છે એવી ભાવના કરવાની છે. ભગવાનના વચનથી સમ્યગ્દર્શન થાય છે અને પછી મેાક્ષ થાય.. ભાવથી કલ્યાણ છે.
समवाओ पंचहं समउत्ति जिणुत्तमेहिं पण्णत्तं । सो चैव हवदि लोओ तो अमिओ अलोओ खं ॥३॥