________________
પચાસ્તિકાય
समवायः पंचानां समय इति जिनोत्तमैः प्रजप्तं । स च एव भवति लोकस्ततोऽमितोऽलोकः खं ॥३॥
અર્થ : પાંચ અસ્તિકાયના સમૂડરૂપ અર્થસમયને સર્વજ્ઞ વિતરાગદેવે લોક કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એ અલેક' છે
વિવેચન : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ એ પાંચ અસ્તિકાય છે. દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. એ સ્વતંત્ર દ્રવ્યો છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ અને અનંત પર્યાય હેય છે. ઘણા પ્રદેશમાં વ્યાપે તેથી અસ્તિકાય કહેવાય છે. એથી આખે લેક થયે છે. એ સાંભળી આત્માને ભૂલી જવાને નથી. સર્વથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે એમ જણાવવા એ કહ્યાં છે. અર્થસમય એટલે (૧) પુદ્ગલ પદાર્થોને સમૂહ (૨) છ દ્રવ્યોને સમૂહ અથવા (૩) એ શબ્દો સાંભળી આત્માનું જ્ઞાન થાય તે પણ અર્થસમય છે. લેક છ દ્રવ્યયુક્ત છે. પાંચ અસ્તિકાય અને કાળ મળી છ દ્રવ્ય થાય છે. લેકની બહાર માત્ર આકાશ છે. ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો ત્યાં નથી તેથી અલેકમાં કોઈ જઈ શકે નહીં. આકાશ અરૂપી છે. જે વસ્તુને અવકાશ આપે તે આકાશ છે. जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आयासं ।
अस्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥४॥ जेसिं अत्थिसहाओ गुणेहिं सह पज्जएहिं विविहेहिं । ते होंति अत्यिकाया णिप्पण्णं जेहिं तइलुक्कं ॥५॥
जीवाः पुद्गलकाया धर्माधर्मों तथैव आकाशम् ॥ अस्तित्वे च नियता अनन्यमया अणुमहान्तः ॥४॥