________________
પંચાસ્તિકાય
यः खलु संसारस्थो जीवस्ततस्तु भवति परिणामः । परिणामात्कर्म कर्मणो भवन्ति गतिषु गति: ॥१२८॥
અર્થ : જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે.
વિવેચનઃ સિદ્ધ થાય ત્યારે જીવ શુદ્ધ થાય છે. અશુદ્ધભાવથી કર્મ બંધાય છે, કર્મ જીવને સારી માઠી ગતિ કરાવે છે. गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायते । तेहिं दु विसयग्गहणं तत्तो रागो वा दोसो वा ॥१२९॥ ___ गतिमधिगतस्य देहो देहादिन्द्रियाणि जायते ।
तैस्तु विषयग्रहणं ततो रागो वा द्वेषो वा ॥१२९।।
અર્થ : ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇઢિયે અને ઇંદ્રિયેથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે.
વિવેચન ? ગતિની પ્રાપ્તિથી શરીર મળે છે. પછી પાંચ ઈદ્રિય અનુક્રમે મળે છે. ઇદ્રિ પુદ્ગલના ગુણોને ગ્રહણ કરે છે. તે નિમિત્તે રાગદ્વેષ કરી જીવ કર્મ બાંધે છે. जायदि जीवस्सेवं भावो संसारचकवालम्मि । इदिजिणवरेहिमणिदो अणा दिणिधणो सणिधणो वा ॥१३०॥
जायते जीवस्यैवं भावः संसारचक्रवाले । इति जिणवरैर्भणितोऽनादिनिधनः सनिधनो वा ॥१३०॥
અર્થ : સંસારચકવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવમાં કેઈ જીવેને સંસાર અનાદિસાંત છે, અને કેઈને અનાદિ અનંત છે, એમ ભગવાન સર્વરે કહ્યું છે.