________________
૫૪
પંચાસ્તિકાય વિવેચન : ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય અને ભગવાનનું કહેલું તત્વ જે જાણતા હોય અને વિષય પ્રત્યે જેને ઉદાસીનતા હોય તેને મેક્ષમાર્ગની પ્રાપ્તિ હેય છે. મનવચનકાયાની કિયા તે વાસ્તવ ચારિત્ર નથી. રાગદ્વેષ રહિત સમતારૂપ આત્માના સ્વરૂપમાં ઝળકવું તે ચારિત્ર છે. કષાય રહિત તે બારમેથી છે, પરંતુ તે પહેલાં પણ કષાયને ઉદય થાય તેને આત્મા તરફ લક્ષ રાખીને શમાવે છે તે ચારિત્ર છે. सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं । चारित्तं समभावो विसयेसु विरूढमग्गाणं ॥१०७।। सम्यक्त्वं श्रद्धानं भावानां तेषामधिगमो ज्ञानम् । चारित्रं समभावो विषयेष्वविरूढमार्गाणाम् ॥१०७॥
અર્થ તત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વઃ, તત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે “ચારિત્ર.
વિવેચન : આત્મપ્રતીતિ તે સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મસ્થિરતા તે સમ્યક્રચારિત્ર. जीवाजीवो भावो पुण्णं पावं च आसवं तेसिं । संवरणिज्जरबंधो मोक्खो य हवंति ते अट्ठा ॥१०८॥
जीवाजीवो भावी पुण्यं पापं चास्रवस्तयोः । संवरनिर्जरबंधा मोक्षश्च भवन्ति ते अर्थाः ॥१०८।।
અર્થ : “જીવ, “અજીવ, “પુણ્ય, “પાપ”, “આસંવ, “સંવર, નિર્જરા, “બંધ, અને “મેક્ષ એ ભાવે તે “તત્વ છે.