________________
પંચાસ્તિકાય.
વિવેચન : પર્યાયની અપેક્ષાએ ફેરફાર થાય છે તેનું કારણ નામકર્મ છે. णेरइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी । कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।।५५।।
नारकतिर्यङ्मनुष्या देवा इति नामसंयुताः प्रकृतयः । कुर्वन्ति सतो नाशमसतो भावस्थोत्पादं ॥५५।।
અર્થ: નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સને નાશ અને અસતુભાવને ઉત્પાદન કરે છે.
વિવેચન : ચારે ગતિમાં નામકર્મથી જીવને શરીર ઉત્પન્ન થાય છે. उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे । जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेषु विच्छिण्णा ॥५६॥ उदयेनोपशमेन च क्षयेण च द्वाभ्यां मिश्रिताभ्यां परिणामेन । युक्तास्ते जीवगुणा बहुषु चार्थेषु विस्तीर्णाः ॥५६॥ . .
અર્થ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ઉપશમ અને પરિણામિક ભાવથી જીવના ગુણેનું બહુ વિસ્તીર્ણપણું છે.
વિવેચન : પાંચ પ્રકારના ભાવે છે. કર્મ ઉપશમે ત્યારે ઉપશમભાવ, કર્મને ક્ષય થાય ત્યારે લાયકભાવ, કર્મના ક્ષપશમથી જે ભાવ થાય તે ક્ષયે પશમ ભાવ, કર્મના ઉદયથી જે ભાવ થાય તે ઔદયિકભાવ અને જેમાં કર્મની અપેક્ષા નથી તે જીવત્વ, ભવ્યત્વ વગેરે પરિણામિકભાવ છે. ઉદયિકભાવમાં કર્મને રસ આત્મામાં ઝળકે છે તે જ નવીન બંધને હેતુ છે.