________________
૩૦
પંચાસ્તિકાય
અર્થ : તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેને આત્માથી ભેદ કહેવાય છે.
વિવેચન : જેમાં ભેદ નથી તેમાં ભેદ પાડીને કહે તે વ્યવહારનય છે. जीवा अणाइणिहणा संता पंता य जीवभावादो। सब्भावदों. अणंतो पंचग्गगुणप्पधाणा य ॥५३॥ जीवा अनादिनिधनाः सांता अनंताश्च जीवभावात् । सद्भावतोऽनंताः पंचाग्रगुणप्रधानाः च ॥५३॥
અર્થ. આત્મા (વસ્તુપણે) અનાદિ અનંત છે અને સંતાનની અપેક્ષાએ સાદિસાત પણ છે, તેમ સાદિઅનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણથી તે તે સંગ છે. સદૂભાવથી જીવદ્રવ્ય અનંત છે. ... વિવેચન : દ્રવ્ય આત્મા અનાદિ અનંત છે. સંસારીપર્યાય સાદિસાંત પણ છે. સિદ્ધપર્યાય સાદિ અનંત છે. દ્રવ્યાર્થિકનયથી તે આત્મા શુદ્ધ જ છે. આપણે શુદ્ધ થવાનું છે તે પર્યાયાર્થિકનયથી છે. एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो। . इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ॥५४॥
एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः। . इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम् ॥५४।।
અર્થ : એમ સત્ (જીવ પર્યાય)ને વિનાશ અને અસત્ જીવને ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે.