________________
પંચાસ્તિકાય
૨૩
न कुतश्चिदप्युत्पन्नौ यस्मात् कार्य न तेन सः सिद्धः । उत्पादयति न किंचिदपि कारणमपि तेन न स भवति ॥३६।।
અર્થ : વસ્તુવૃષ્ટિથી જોઈએ તે સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી. - વિવેચન : સંસારમાં ઉત્પન્ન કરવા વગેરેની કલ્પના છે તે પર્યાયની અપેક્ષાએ છે. સિદ્ધ ભગવાન તે પર્યાયાર્થિકનયથી પણ કેઈ અન્ય ભાવાદિના ર્તા નથી. ભક્તિપૂજાનું નિમિત્ત બનવાનું પણ તેમને કંઈ પ્રયજન નથી. દ્રવ્યથી દરેક જીવ સિદ્ધસ્વરૂપ છે. “તું છે મેક્ષસ્વરૂપ.' सस्सदमध उच्छेदं भव्वमभव्वं च सुण्णमिदरं च । विण्णाणमविण्णाणं ण वि जुजदि असदि सब्भावे ॥३७॥
शाश्वतमथोच्छेदो भव्यमभव्यं च शून्यमितरच्च । विज्ञानमविज्ञानं नापि युज्यते असति सद्भावे ॥३७॥
અર્થ : શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન એ ભાવ જે મેક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તે કેને હોય ?
વિવેચન : દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત, પર્યાયની અપેક્ષાએ અશાશ્વત, સ્વસ્વભાવે પરિણમે તેથી ભવ્ય, અતીત મિથ્યાત્વ રાગાદિરૂપે ન પરિણમે તેથી અભવ્ય, પિતાના સ્વરૂપથી અશુન્ય, પરસ્વરૂપ નથી તેથી શૂન્ય, કેવલજ્ઞાન હેવાથી વિજ્ઞાન અને મતિ શ્રત આદિ જવાથી અવિજ્ઞાન એ ભાવ સહિત હોવાથી સિદ્ધજીવનું અસ્તિત્વ છે.