________________
22.
પંચાસ્તિકાય
सर्वत्रास्ति जीवो न चैक एककाये ऐक्यस्थः । । अध्यवसायविशिष्टश्चेष्टते मलिनो रजोमलैः ॥३४॥
અર્થ : એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેને તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર–અવસ્થામાં પણ તેને તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રમલથી તે જીવ મલિન થાય છે.
વિવેચન : ચારે ગતિમાં જીવ ભટકે છે, છતાં જીવ તે તેને તે જ છે. કર્મબંધનના ભાવ થાય ત્યારે કર્મ ટે છે. અને તેથી આત્મા મલિન થાય છે. “ભાવકર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ જીવવીર્યની ફુરણા ગ્રહણ કરે જડધૂપ” जेसिं जीवसहावो. णत्थि अभावो य सव्वहा तस्स । ते होति भिण्णदेहा सिद्धा पचिगोयरमदीदा ॥३५॥
येषां जीवस्वभावो नास्त्यभावश्च सर्वथा तस्य । ते भवन्ति भिन्नदेहाः सिद्धा वाग्गोचरमतीताः ॥३५॥
અર્થ : જેમને પ્રાણધારણપણું નથી, તેને જેમને સર્વથા અભાવ થયે છે, તે–દેહથી ભિન્ન અને વચનથી -અગોચર જેમનું સ્વરૂપ છે એવા–“સિદ્ધ છે.
વિવેચનઃ સિદ્ધ ભગવાન પ્રાણને લઈને જીવતા નથી. તે તે અશરીરી છે. મેક્ષમાં જીવ છે તેનું સ્વરૂપ શબ્દમાં આવે એવું નથી. “અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.' ण कुदोचि वि उप्पण्णो जम्हा कजण तेण सो सिद्धो। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण णस होदि ॥३६॥